________________
માટે પણ ક્રમસર જુદા જુદા વિભાગમાં જવાનું નક્કી ક્યું. નગરલોક ભતિપૂર્ણ હોવાથી તેમને અપ્રીતિ થવાની તેવી સંભાવના ન હતી છતાં આચાર્યભગવા આજ્ઞાના ખપી હતા, અપ્રીતિ ટાળવા સાથે મમત્વ મારવું એ પણ ભગવાનની આજ્ઞા છે - એવું જાણતા હતા, આથી જ તેઓએ આ પ્રમાણે નિર્ણય કર્યો હતો. એક સ્થાને રહેવાથી સ્થાનનું મમત્વ બંધાય તેમ જ નિયત ઘરોમાં વહોરવા જવાના કારણે એકની એક વ્યક્તિનો સતત પરિચય રહે, તેના યોગે માયા(મમતા)ના તંતુમાં જીવ લપેટાઈ જાય, ગોચરી દોષિત બની જાય- આથી એ મમત્વથી અળગા રહેવા માટે નવકલ્પી વિહારનું વિધાન કરવામાં આવ્યું છે. નવકલ્પી વિહાર કરતાં નદી ઊતરવી પડે તો ય ઊતરવાની પણ મમત્વને મારવા માટે આજ્ઞા પાળ્યા વગર ન રહેવું. તેવા વખતે જીવવિરાધનાને આગળ કરી નવકલ્પી વિહાર અટકાવાય નહિ. જીવહિંસામાં એકાન્ત વિરાધના નથી અને જીવરક્ષામાં એકાન્ત આરાધના નથી, ભગવાનની આજ્ઞાના પાલનમાં આરાધના છે અને ભગવાનની આજ્ઞાના અનાદરમાં વિરાધના છે. ભગવાનની આજ્ઞા પાળવાનો પૂરેપૂરો ભાવ તેનું જ નામ આરાધના. ભગવાનની આજ્ઞા હૈયામાં વસી હોય તો કષ્ટકારી પણ આજ્ઞા પ્રસન્નતાપૂર્વક પાળી શકાય છે : આનું જ નામ પ્રવર શ્રદ્ધા. દુઃખ ભોગવવાની તૈયારી હોય તો શ્રદ્ધા ટકે. ગચ્છના નાયક પણ મારું કોણ ?’ એવું ન વિચારે – એ પ્રભાવ કોનો ? આજે તો નાનાં સાધુસાધ્વીને પણ ગોચરીપાણી કોણ લાવશે, માંદગીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org