________________
અનુકૂળતા મળે, પણ તેનો સન્માર્ગે ઉપયોગ તો ક્ષયોપશમભાવના કારણે જ થાય. સંયોગવશાત્ આચાર્યભગવન્ત વહોરવા જાય ત્યારે વહોરાવનાર પણ આવા ઉત્તમ સુપાત્રના દાન દ્વારા પોતાના સંસારને કાપવાનું કામ કરતા. પહેલાના કાળમાં આ રીતે ભાવપૂર્વક સુપાત્રદાન કરતાં કરતાં યોગ્ય જીવો સખ્યત્વ પણ પામી જતા. વર્તમાનમાં વહોરાવનારા તો વહોરાવતાં વહોરાવતાં મિથ્યાત્વનું પાપ ન બાંધી બેસે તો ભાગ્ય! સુપાત્રને શોધવા ન નીકળે, આપતી વખતે સંસારથી વિસ્તાર પામવાનો ભાવ ન હોય, દાનની વિધિ ન સાચવે અને આપવાથી અધિક મળશે, નામના મળશે વગેરે ભાવોથી દાન આપે તો એ દાન મિથ્યાત્વને પોષનારું જ બનવાનું. આપવાથી મળેએમ માનીને આપવું તે સોદો, આપવાથી તરાય-એમ માનીને આપવું તે સાચું દાન. ભવથી નિસ્તાર પામવાની ભાવના જાગ્યા વિના ધર્મની કે ધર્માચાર્યની કિંમત નહિ સમજાય. આ કથાનકમાં બતાવેલી શ્રદ્ધા-વિધિસેવા-દુનિયાને માથે નથી ફટકારવી, આપણી જાત માટે કેળવી લેવી છે. આચાર્યશ્રી સંગમસૂરિજીના હૈયામાં આજ્ઞા પ્રત્યે કેવો રાગ હશે ? જ્યારે જ્યારે વિધિનું પાલન આકરું લાગે, અવિધિને ટાળવાનું કપરું લાગે ત્યારે આ આચાર્યશ્રી સંગમસૂરિજીના નામની નવકારવાળી ગણી લેવી, જેથી કષ્ટ વેઠવાની તાકાત આવે અને વિધિ પ્રત્યે રાગ કેળવાય. વ્યન્તરને ચપટીમાં ભગાડી શકે એવા સામર્થ્યવાળા પણ ઘેર ઘેર ભિક્ષા માટે ફરે - એ ભગવાનની આજ્ઞા પ્રત્યે કેટલો પ્રેમ હશે ને દેહ પ્રત્યે કેટલી નિસ્પૃહતા હશે ત્યારે બન્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org