________________
હશે ? માર્ગની કિંમત સમજાઈ હોય તો દલીલ, તર્ક, કુતર્કન કરતાં આશાના ચોકઠામાં ગોઠવાઈ જવાની મહેનત કરવી છે. જરૂર પડ્યે ભૂલ બતાવવાનું કામ કરશું, અવળા માર્ગે જશો તો કાન પકડશું, સાચા માર્ગે ચલાવવા માટે આંગળી પણ પડશું, પણ ચાલવાનું કામ તો તમારે જાતે જ કરવું પડશે, ત્યાં આઘાપાછા થશો તે નહિ ચાલે. કષ્ટ વેઠ્યા વગર તો ક્યાંય ચાલવાનું નથી. દુખ તો સાધુપણામાં ય વેઠવાનું છે અને ગૃહસ્થપણામાં ય વેઠવાનું છે. ફરક માત્ર એટલો છે કે ગૃહસ્થપણામાં પરવશતાથી અને સંસારના સુખની આશાએ દુઃખ વેઠવાથી નવું દુઃખ ઊભું થાય છે, જ્યારે સાધુપણામાં આજ્ઞા મુજબ દુ:ખ વેઠવાથી દુઃખ મૂળમાંથી જાય છે : કયું દુઃખ વેઠવું સારું - એ તો તમારે જાતે જ નક્કી કરવાનું
૨. અતૃપ્તિઃ
શ્રદ્ધા નામના બીજા ગુણનાં ચાર લિંગોમાંથી આપણે વિધિસેવા નામનું લિંગ જોયું. બીજું લિંગ અતૃમિસ્વરૂપ છે. જ્ઞાન અને ચારિત્રના વિષયમાં કૃતકૃત્યતાનો અનુભવ ન કરવો એ અતૃમિ નામનું બીજું લિંગ છે. અપૂર્ણતામાં અનુભવાતી તત્યતા પૂર્ણતાના માર્ગે આગળ વધવા દેતી નથી. તૃપ્તિનો પરિણામ વિકાસને રોકે છે. તૃમિના કારણે કરવાની અભિલાષા મોળી પડે છે, જેના યોગે કરણાભિલાષરૂપ શ્રદ્ધા ઉપર ઘા પડે છે. કરવાનો અભિલાષા નાશ પામે એટલે શ્રદ્ધા ક્યાંથી રહે ? શ્રદ્ધા હોય તેને તૃમિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org