________________
નવકારશીનું પચ્ચખ્ખાણ આવી ગયું એટલે પારવા બેસી જાય કે પોરિસી થઈ શકે એવું નથી એટલા માટે પારે ? જે પોતાની શક્તિ ગોપવે નહિ, શક્તિ અનુસાર તપ કરે તે તપનું પારણું કરે તો તેનો કેવળજ્ઞાનનો પુરુષાર્થ ચાલુ જ રહે. મળેલી શક્તિને આરાધના માટે ખર્ચી નાખવાનો પરિણામ તેનું જ નામ પુરુષાર્થ. ઋજુભાવે આજ્ઞા પાળવાનો પરિણામ જ આરાધનાના પુરુષાર્થને જારી રાખે છે. આથી જ નિદ્રા એ પ્રમાદ મનાતો હોવા છતાં ભગવાનના સાધુ નિદ્રામાં પણ અપ્રમાદી હોય છે. અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે સાતમા અપ્રમત્ત ગુણઠાણાનો સ્પર્શ ન થાય તો છઠઠું ગુણઠાણું ન ટકે. આથી આજ્ઞા મુજબની બે પ્રહરની નિદ્રામાં અપ્રમત્તદશા હોય એ સમજી શકાય છે. આજે તો જાગતાં પણ ગુણઠાણું પામવું મુશ્કેલ છે! ભગવાનનો સાધુ સૂવાની તૈયારી કરે તે પણ આજ્ઞા મુજબ, સૂએ પણ આજ્ઞા મુજબ અને ઊઠે પણ આજ્ઞા મુજબ તેથી તેમના ગુણઠાણાને આંચ ન આવે. આજે જાગતા પણ આજ્ઞાને પાળવાનો પરિણામ ન હોય અને જાણીજોઈને આજ્ઞાની ઉપેક્ષા સેવાય તો ગુણઠાણું ક્યાંથી મળે ? પ્રતિમણમાં ઊંઘ આવે તો અતિચાર લાગે અને બે પ્રહર સુધી ઊંઘી જવા છતાં અપ્રમત્તદશા હણાય નહિ : એનું કારણ સમજાય છે ને ? આજ્ઞા મુજબના આચારનું પ્રાધાન્ય સમજ્યા વિના નિસ્તાર નથી.
સ0 પ્રતિમણમાં અમને ઊંઘ કેમ આવે છે ? પ્રતિક્રમણ કરવાનું મન નથી માટે. જે કામ કરવાનું મન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org