________________
સમજાય છે ? ઢગલા દોષો પડેલા હોવા છતાં તોષ માનીને બેસી રહે તે દોષરહિત ક્યાંથી બને ? એક પણ દોષ છે ત્યાં સુધી અપૂર્ણતા છે એમ માનવાથી થયેલો દોષના ત્યાગનો અસંતોષ દોષરહિત બનાવે અને એક પણ ગુણ બાકી છે ત્યાં સુધી અપૂર્ણતા છે – એવું સમજાવાથી થયેલો ગુણનો અસંતોષ ગુણથી પરિપૂર્ણ બનાવે.
જ્યાં સુધી અપૂર્ણ છીએ ત્યાં સુધી અતૃમિ નામની શ્રદ્ધા વિના નહિ ચાલે. જ્યાં સુધી પરમપદે ન પહોંચાય, ક્ષાયિકભાવ ન પમાય ત્યાં સુધી આપણો તપ, આપણી સાધના ચાલુ જ રહેવી જોઈએ; એ પહેલાં સાધના પૂરી ક્યાંથી થાય ? આજે તો એવી ય વિષમતા જોવા મળે કે બે ચેલા થાય તો ગુરુનો વિનય કરવાનું બંધ થઈ જાય! પોતાને બે શિષ્ય થાય એટલે ગુરુ ગુણસમ્પન્ન મટી જાય ? યોગદૃષ્ટિની સઝાયમાં, બીજી તારાદૃષ્ટિની યોગ્યતા જણાવતાં ફરમાવ્યું છે કે “વિનય અધિકગુણીનો કરે, દેખે નિજ ગુણ-હાણ રે... પોતે ગમે તેટલો ગુણસમ્પન્ન બને છતાં પોતાના ગુરુભગવા તો પોતાના કરતાં અધિકગુણી જ રહેવાના ને ? સાચો ગુણસમ્પન્ન જ તે કે જે અધિકગુણીનો વિનય સારામાં સારો કરી જાણે. અધિગુણની પ્રાપ્તિ અને પ્રામગુણની રક્ષા માટે ગુણીના વિનય અને બહુમાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. જેને પોતાના ગુણોની હાનિ જોતાં આવડે તે જ ગુરુનો વિનય કરી શકે. આપણે જે કરીએ છીએ એ બરાબર છે.” આ ફાંકો મગજમાંથી કાઢીએ તો જ આપણી ખામીઓ તપાસવાનું શક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org