________________
વખતે કોલ્લાગપુર નગરનો સંઘ પણ કેવો હશે ? માર્ગનો જાણકાર, શાસનનો રાગી, આચાર્યભગવન પ્રત્યે પૂર્ણ ભકતિભાવને ધરનારો અને શાસન માટે પ્રાણાર્પણ કરનાર સંઘ હશે ત્યારે જ આચાર્યભગવન્ત આ રીતે આજ્ઞા પાળી-પળાવી શક્યા હશે ને ?
આચાર્યભગવન્તના શિષ્યો વિહાર કરી ગયા બાદ નવકલ્પી વિહાર માટે અસમર્થ એવા આચાર્યભગવન્ત પોતે જે ક્ષેત્રમાં રહેલા તેના નવ ભાગ કરીને એ રીતે નવકલ્પી વિહારની મર્યાદા સ્થિરવાસમાં પણ પાળવા લાગ્યા. કારણ કે જંઘાબળ ક્ષીણ થવા છતાં ભગવાનની આજ્ઞા પાળવાની વૃત્તિ ક્ષીણ પામી ન હતી. જગ્યા અનુકૂળ ન આવે માટે સ્થાન બદલનારા મળી આવે પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે સ્થાન બદલનારા કેટલા મળે ? આજ્ઞાપાલન કરતાં પણ આજ્ઞાપાલનની વૃત્તિ ખૂબ જ દુષ્કર છે. ભગવાનના વચનની શ્રદ્ધામાંથી આવી આજ્ઞાપાલનની વૃત્તિ જન્મે છે. જ્યાં શ્રદ્ધામાં જ ખામી હોય ત્યાં આવી વૃત્તિની અપેક્ષા શી રીતે રાખી શકાય ? વર્તમાનમાં સાધુ-સાધ્વીઓએ પોતાની આજ્ઞાપાલનની વૃત્તિને તપાસી લેવાની જરૂર છે. આપણી શિથિલતા અસહિષ્ણુતાને આભારી છે કે આજ્ઞાપાલનની વૃત્તિના અભાવને - એ વિચારીએ તો મોટે ભાગે વૃત્તિમાં ખામી જણાયા વગર નહિ રહે. આવી ચિંતાજનક દશામાંથી બહાર નીકળવા માટે આવા મહાપુરુષોના કથાનનો ઉપયોગ કરી લેવો છે. આચાર્ય શ્રી સંગમસૂરિજીએ ક્ષેત્રના તો નવ ભાગ કશ્યા, સાથે ગોચરી-પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org