________________
આચાર્યશ્રીએ પોતે એકાકી રહેવાનું નકકી કરીને, પોતાની પાસે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લઈને સમસ્ત ગચ્છનો ભાર વહન કરવા માટે સમર્થ બનેલા સિંહ નામના અણગારને બોલાવીને તેને સમસ્ત શિષ્યસમુદાયને લઈને નવકલ્પી વિહારની મર્યાદાનું પાલન કરવા દ્વારા અન્યત્ર વિહાર કરી જવાની આજ્ઞા કરી. આચાર્યભગવન્તનું તો જંઘાબળ ક્ષીણ થઈ ગયું હતું ને ? તોય પોતાની વૈયાવચ્ચ કરવા કોઇને રાખ્યા નહિ. હું એકલો રહીશ તો મારી વૈયાવચ્ચ કોણ કરશે - આવો વિચારસરખો ય તેમણે ન કર્યો. તેમને પોતાના ભવિષ્યની ચિંતા નહિ થઈ હોય ? ભગવાનના માર્ગ પર જેને શ્રદ્ધા હોય તે માત્ર પોતાની જાતને નજર સામે રાખી ભવિષ્યનો વિચાર ન કરે પરંતુ પોતાના અને બીજાના આત્માનું કલ્યાણ જેમાં સમાયેલું હોય-એવા ભવિષ્યની ચિંતા કરે. ભગવાનના શાસનના આચાર્યપદે બિરાજમાન થયેલા મહાપુરુષો ચોવીસ કલાક ભગવાનની આજ્ઞા પાળવા માટે પોતાની નિશ્રાએ આવેલાઓ પોતાના આત્મહિતથી વંચિત ન રહી જાય તેની ચિંતા સતત સેવતા હોય છે. એક સ્થાને વસવું એ ભગવાનની આજ્ઞા નથી. નવકલ્પી વિહાર કરવો-એ ભગવાનની આજ્ઞા છે. અપવાપરે પોતાને નિયતવાસ કરવો પડ્યો તો ભાવથી અનિયતવાસમાં પ્રતિબંધ રાખી નિયતવાસ કર્યો, પરંતુ પોતાના સ્વાર્થ ખાતર પોતાના શિષ્યોને એવી ફરજ ના પાડી અને આજ્ઞાપાલનમાં તેમને જોડ્યા. આશાના પ્રેમી અને માર્ગના અર્થી એવા આચાર્યો પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org