________________
જાય, કે જે ઘરોમાં આ કારણ સિવાય જતા જ ન હોય, એવાં કુળ સ્થાપનાકુળ કહેવાય છે. આચાર્યભગવન્ત દત્તસાધુને ટાળેલો જાણી સ્થાપનાકુળમાં એક ધનિકના ઘેર લઇ ગયા. તે ઘરમાં એક નાનું બાળક છ મહિનાથી વ્યંતરીના ઉપદ્રવથી રડતું હતું. આચાર્યભગવત્તે એક ચપટી વગાડીને વ્યંતરીને ભગાડી મૂકી, આથી બાળક શાંત થઇ ગયું. આ જોઇને હર્ષ પામેલી બાળકની માતાએ મોદકનો થાળ ધર્યો. આચાર્યભગવન્તે દત્તસાધુને ખપ પ્રમાણે વહોરવાનું કહ્યું. દત્ત સાધુએ વહોરી લીધા બાદ આચાર્યભગવન્તે તેને ઉપાશ્રયમાં પાછો મોકલ્યો, અને કહ્યું કે ‘હું મારી ભિક્ષા લઇને આવું છું.’ આ બાજુ દત્તસાધુ વિચારે છે કે ‘ક્યા ઘરમાં વિશિષ્ટ આહાર મળે છે તે જાણવા છતાં ય મને આટલો ફેરવ્યો, અંતપ્રાંત ભિક્ષા અપાવી. અને હવે પોતે સારી સારી ભિક્ષા લઇને આવશે.' આચાર્યભગવન્ત તો અંતપ્રાંત ભિક્ષા લઇને જલદીથી વસતિમાં પાછા ફર્યા અને સર્પ જેમ બિળમાં પેસે એ રીતે આહારને વાપર્યો. સાંજે પ્રતિક્રમણ વખતે આચાર્યભગવન્તે યાદ કરાવ્યું કે જે ઘરે મોદક ગ્રહણ કર્યા તે દોષિત પિંડ હતો. કોઇકની ચિકિત્સા કરીને જે પિંડ વહોરવામાં આવે તેને દોષિત પિંડ કહેવાય છે. એવો પિંડ સાધુને લેવો ન કલ્પે. આચાર્યભગવન્દે હિતબુદ્ધિથી આલોચના કરવાનું જણાવ્યું છતાં દુર્બુદ્ધિ એવા દત્તસાધુએ આલોચના કરવાના બદલે આચાર્યભગવન્તને કડવાશથી કહ્યું કે, ‘બીજાનો રાઇજેવડો દોષ દેખાય છે પણ પોતાનો બિલ્ટજેવડો દોષ જાણવા છતાં જોતા નથી...' આ
ન
Jain Education International
૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org