________________
સેવા કોણ કરશે...વગેરે ચિંતા સતાવતી હોય છે. કારણ કે દુઃખ ભોગવવાની તૈયારી નથી અને માર્ગ પ્રત્યે તેવી પ્રીતિ નથી. દીક્ષા લીધા પછી દુખ વેઠવાના બદલે પગ પહોળા કરીને બેસે તેનો સંસાર કયાંથી છૂટે ? દીક્ષા લીધા પછી શ્વાસ ઘૂંટાય, છાતીનાં પાટિયાં બેસી જાય એવું દુખ પડે છતાં ય માર્ગથી વિચલિત ન થાય એને મોક્ષ મળે. જ્યારે સેવા કરનાર હાજર હતા ત્યારે જંઘાબળ મજબૂત હતું અને જે વખતે જંઘાબળ ક્ષીણ થયું અને સેવા લેવાનો અવસર હતો ત્યારે એકમાત્ર આજ્ઞાના પાલન માટે કોઈને પણ પાસે રાખ્યા નહિ અને સાધનાનો વેગ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખ્યો...આવા આચાર્યો આ શાસનના હોય !
સ૦ તેમનું મનોબળ મજબૂત હશે ને ?
તમારું મનોબળ શું ઓછું મજબૂત છે ? ઘરમાં તમારું કોઈ ન માને છતાં ઘર છોડો નહિ – તો મન મક્કમ વગર રહેતા હશો ? તમારા ઘરમાં તમારી કિંમત ન હોય તો ય વેઠી લો, જતું કરો પણ ઘર ન છોડો. અમારે ત્યાં તો એવા ય મળી આવે કે સમુદાયમાં પોતાની કિંમત નથી એવું લાગે તો સમુદાય છોડવા તૈયાર થઈ જાય. તમે સુખની આશામાં ને આશામાં ગૃહસ્થપણાનાં દુ:ખો જે મજબૂતાઈથી વેઠો છો તે જોતાં તો અમારાં સાધુસાધ્વીનાં મન નબળાં છે એમ માનવું પડે. તમે સંસારના સુખની આશાથી જેટલાં કષ્ટ ત્યાં મજેથી વેઠો છો એટલાં કષ્ટ જો અમે મોક્ષસુખની આશાથી અહીં સાધુપણામાં વેઠીએ તો તો મોક્ષ અમારી હથેળીમાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org