________________
"ાd
છે. વિધિ પ્રત્યેના બહુમાનના યોગે ભગવાનના માર્ગને પોતાના કપરા સંયોગોમાં પણ જીવતો રાખનાર આ આચાર્ય ભગવન્તનું સ્થાનક ગ્રંથકાશ્રીએ એ રીતે આલેખ્યું છે કે એના પ્રત્યેક પદે ઊભા રહીએ તો આપણા ત્રણે દિવસ પૂરા થઈ જાય. ફરી કોઈ વાર અવસરે વિસ્તારથી ક્યાનક વાંચીશું. અત્યારે તો આપણું લક્ષ્ય એ છે કે
આ ત્રણ-ચાર દિવસમાં, અષ્ટપ્રવચનમાતાના ધણી ભાવથી કેવા હોય તે સમજી લેવું છે. તેથી સંક્ષેપથી જ સ્થાનનો સારભૂત ભાગ જોઇ લઇએ.
અજ્ઞાનરૂપી દાવાનળને શમાવવા માટે મેઘની ધારાસમાન, પ્રતિસમય વૃદ્ધિ પામતા વિશુદ્ધ પરિણામના યોગે પાપના સમૂહને હણનારા અને ગામનગરાદિમાં પરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર નવલ્પથી પ્રકલ્પિત એવા ઉગ્રવિહારને કરનારા શ્રી સંગમસૂરિ નામના આચાર્યભગવન્ત આ પૃથ્વીતલને પાવન કરતા વિચારી રહ્યા હતા. આ આચાર્યભગવન્ત સાધુસમુદાયના ગચ્છનાયક હતા. કાળક્રમે તેઓશ્રીનું જંઘાબળ ક્ષીણ થવા માંડ્યું. જંઘાબળ ક્ષીણ થયેલું જાણી એ આચાર્યભગવન્ત કોલ્લાગ નામના નગરમાં નિયતવાસ કરવાનો નિર્ણય કર્યો. આચાર્યભગવન્તનું જંઘાબળ ક્ષીણ થયું હતું, પરન્તુ તેમની બુદ્ધિ કે મન ક્ષીણ થયું ન હતું. શરીર તો ભૂતકાળના પુષ્યને આભારી છે. જ્યારે માર્ગાનુસારી બુદ્ધિ અને આરાધકભાવ વર્તમાનના ક્ષયોપશમને આભારી છે. ક્ષયોપશમભાવ ટકાવતાં આવડે તો શરીરનું પુણ્ય પૂરું થઈ જાય તો ય માર્ગની આરાધનામાં ખામી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org