________________
આવે. ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કે એક સ્થાને નિયતવાસ કરવાનો નિર્ણય તેમણે કર્યો હોવા છતાં તેઓશ્રી અત્યન્ત તીવ્ર એવી પ્રવસ્ત્રદ્ધાના યોગે વિશુદ્ધ ભાવચારિત્રને ધારણ કરતા હતા. આવા મહાપુરુષોનો દાખલો લઈને, નજીવાં કારણોસર અથવા સાધુપણામાં છાજે નહિ એવાં કાર્યોની સિદ્ધિ માટે કરાતા નિયતવાસનું સમર્થન કરવું વ્યાજબી નથી. શાસ્ત્રોનાં પાને લખાયેલાં મહાપુરુષોનાં દૃષ્ટાન્તોને આપણા આચરણની સાથે ગોઠવવાની મહેનત કરવાને બદલે આપણા આચરણને એ મહાપુરુષોના ભાવને અનુરૂપ ગોઠવવાની મહેનત કરીએ તો આપણે પણ એ મહાપુરુષોની દિશામાં પગલાં માંડી શકીશું. શાસ્ત્રોને સાંભળીને આપણી જાતનો વિચાર કરવો. કોણ શું કરે છે, શું યોગ્ય કરે છે, શું અયોગ્ય કરે છે - એ બધું વિચારવા નથી બેસવું. આપણી જાત અને ભગવાનની વાત : એ બે વચ્ચેનું અંતર તપાસતાં જવાનું અને એ અંતર કાપવા માટે આપણી જાતને આજ્ઞાનુસારી બનાવવા માટે પ્રયત્ન કર્યા કરવાનો..
શાસનના પરમાર્થને પામેલા મહાપુરુષોને ભગવાનની આજ્ઞા પ્રત્યે કેટલો પ્રેમ હોય તે સમજવા માટે આ દૃષ્ટાન્ત ઉપયોગી છે. આચાર્ય શ્રી સંગમસૂરિજીએ જંઘાબળ ક્ષીણ થવાથી સ્થિરવાસ તો કર્યો, પરંતુ એવામાં કોલ્લાગપુર નગરમાં દુષ્કાળ પડવાથી આચાર્યશ્રીનો ગચ્છ કે જે આચાર્યશ્રીની સાથે સ્થિરવાસ કરતો હતો તે સિદાવા લાગ્યો. આથી સ્વપરહિતના અર્થી એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org