________________
એ જુદું અને વિવેકશૂન્ય હોવું જુદું. આત્માનું હિત સધાય એવા સ્થાને જીવન સોંપવું - તે આત્મસમર્પણ અને આત્માનું અહિત સધાય એવા સ્થાને માથું ઝુકાવવું એટલે વિવેક્શન્ય બનવું આપણે વિવેકશૂન્ય બની જીવનને વેડફવું છે કે વિવેકી બનીને જીવન સુધારવું છે તે નક્કી કરી લેવાનું. ભગવાનની આજ્ઞા પ્રત્યે જેને પ્રેમ ન હોય તે તમને મોક્ષે પહોંચાડે એ વાતમાં કાંઈ માલ નથી.
આપણે જોઈ ગયા કે સંયોગવશાત્ તેવા પ્રકારનું વિધિશુદ્ધ અનુષ્ઠાન ન થાય તોપણ ભાવથી વિધિમાર્ગમાં રક્ત રહેલાની શ્રદ્ધામાં ખામી આવતી નથી. અવિધિના આચરણમાત્રથી દ્રવ્યસાધુતા આવી નથી જતી, અવિધિના પ્રેમથી અને વિધિની ઉપેક્ષાથી દ્રવ્યસાધુતા આવે છે. આપણને વિધિનો પ્રેમ કેવો ? પ્રતિક્રમણ કેટલા વાગ્યા સુધી થાય એવું પૂછવા આવે, પણ ચોક્કસ કેટલા વાગે થાય'- એ ન પૂછે. આવું કોણ પુછાવે છે ? વિધિનો પ્રેમ કે અવિધિનો પ્રેમ ? કારણસર સમયમાં ફેરફાર થઈ જાય-એ બને પણ હૈયામાં તે વખતે અવિધિ પ્રત્યે ઉપાદેયતા તો ન જ હોય ને ? બાર વાગ્યા સુધી પ્રતિક્રમણ થાય -' એમ માનીને કરવા બેસો કે ન છૂટકે સંયોગોના માર્યા આટલા મોડા પ્રતિક્રમણ કરવું પડે છે' - એવી ખટક સાથે કરવા બેસો ? આ બધું શાંતિથી વિચારવાની જરૂર છે. ભગવાનના શાસનના પરમાર્થને પામેલા આચાર્ય ભગવંતના હૈયામાં વિધિનો રાગ કેવા પ્રકારનો હોય તે સમજાવવા માટે અહીં આચાર્ય શ્રી સંગમસૂરિનું દૃષ્ટાન્ત જણાવે
७२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org