________________
ગુરુને પણ ઉત્સાહ જાગે. આથી ગ્રંથકારશ્રી પણ શિષ્યની શંકાનું નિરાકરણ કરતાં જણાવે છે કે – સ્વાદિષ્ટ મિષ્ટાનાદિ ભોજનને કરનારો નીરોગી એવો માણસ દુષ્કાળ કે દરિદ્રતા વગેરે દશામાં રસકસ વગરના તુચ્છ ભોજનને કરે તે છતાં ય તેને તે તુચ્છ ભોજનમાં જેમ આસતિ નથી હોતી અને સ્વાદિષ્ટ આહારની લાલસાવાળો તે ક્યારે આ દુર્દશા ટળે અને સારી દશા આવે કે જેથી હું તે સ્વાદિષ્ટ આહારને કરનારો થાઉં.' આવા જ મનોરથોમાં રમતો હોય છે, તે જ રીતે નિરતિચાર ચારિત્રના પાલનમાં ઉત્સાહને ધરનારા સાધુભગવન્તો બાહ્યદૃષ્ટિથી આગમમાં નિષેધ કરાયેલ નિત્યવાસ કે એકાકીપણું વગેરેને અપવાદપદે સેવે તોપણ સંયમની આરાધનાની તીવ્રાભિલાષારૂપ શ્રદ્ધાગુણના યોગે ભાવસાધુતાનું અતિક્રમણ કરતા નથી, એટલે કે તેમની ભાવસાધુતા અખંડિત જ રહે છે. એ આપવાદિક આચરણના યોગે તેઓ દ્રવ્યસાધુ બની જતા નથી. તમને ડોક્ટરે કહ્યું હોય કે છ મહિના સુધી ભારે ખોરાક ન લેવો. ઘી, તેલ, સાકર, મીઠું સદંતર બંધ. જે વાપરશો તો વગર મોતે મરશો તો તેવા વખતે કેવું સાચવો ?
સજરૂર પડ્યે બાર મહિના ય સાચવીએ!
બરાબર ! ડાહ્યા છો ! ડોક્ટરનું કહ્યું માનો પણ ભગવાનનું કહ્યું ન માનો એવા! ભગવાનના કીધે વિગઈ ન છોડો. ડોક્ટરના કશ્ય છોડો!
સવ જીવવાની લાલસા છે ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org