________________
એ જ તો કહેવું છે કે ત્યાં જીવવાની લાલસા છે જ્યારે અહીં સંસારથી બચવાની કે મોક્ષે જવાની લાલસા જ નથી. આપણે તો એ સમજાવવું છે કે છ મહિના સુધી તુચ્છ આહાર લેવા છતાં ભાવના કઈ હોય ? ક્યારે પાછો ઘી, તેલ, દૂધ વગેરે ખાતો થાઉં – એ જ ને ? તેમ સાધુભગવન્ત પણ ગ્લાનાદિ અવસ્થામાં વિગઈઓ વાપરે છતાં ક્યારે અંતપ્રાંત ભિક્ષા વાપરતો થાઉં એવી ભાવનામાં રમતા હોય છે. આ રીતે અપવાદના સ્થાને અપવાદ સેવે તે સાધુમાં ભાવસાધુતા હોય જ છે, કારણ કે ભાવસાધુતા માત્ર પ્રવૃત્તિમાં નથી સમાયેલી, પરિણામમાં સમાયેલી છે. શ્રદ્ધા એ મોક્ષે જવાની ઉત્કટ અભિલાષા સ્વરૂપ હોવાથી પરિણામરૂપ છે.
સવ અમને મોક્ષની ઈચ્છા પણ કેમ નથી થતી ?
સંસારની નફરત જાગી નથી માટે, સંસારના સુખની આસતિ ગાઢ છે માટે. પેટમાં મળ જામેલા હોય તો ખાવાની ઇચ્છા થાય ? તેવી રીતે સંસારસુખના ગાઢ રાગ સ્વરૂપ મળ આત્મા પર જામેલો હોય ત્યાં સુધી મોક્ષ માટે ધર્મ કરવાની રુચિ જાગે નહિ. મળ જામેલા હોય તો ઉપરથી નાખેલું પણ વિત થઈને બહાર આવે તેથી સૌથી પહેલાં મળ કાઢવા માટે જુલાબ લેવો પડે ને ? તે જ રીતે અહીં પણ ધર્મ કરવાની ઉતાવળ કરવા પહેલાં સંસારના સુખનો રાગ ઘટે, એ સુખ ઉપરથી નજર ખસે - એ માટે મહેનત કરવાની જરૂર છે. સંસાર ઉપરથી નજર હટે તો મોક્ષ ઉપર નજર જાય ને ?
સ, આટલું સાંભળવા છતાં અસર કેમ નથી થતી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org