________________
સ) ઘાસ તો મળે ને ?
ઘાસ માટે કોઈએ ખેતી કરી છે ખરી ? લોકમાં ખેડૂતની જાત ગમાર મનાય છે. છતાં તેને ય એટલી તો અક્કલ છે કે ઘાસ માટે ખેતી ન કરાય. તમે તો શહેરી ગણાઓ, વાણિયા અને બુદ્ધિશાળી મનાઓ ! છતાં આવી દલીલ કરો છો - એ જ સૂચવે છે કે મળેલી અક્કલનો ઉપયોગ ધર્મ સમજવા કે આચરવા માટે કરવો નથી. તમે સંસારનાં કાર્યોમાં અને ધંધા વગેરેના ક્ષેત્રમાં જે અક્કલ વાપરો છો એટલી જો અહીં વાપરો તો શાસ્ત્રકારોની વાતો શીરાની જેમ ગળે ઊતર્યા વિના નહિ રહે. કાળનો આગ્રહ તમે ક્યાં નથી સેવતા ? ઊંઘ માટેની ગોળી સવારે લો અને ઝાડા માટેની ગોળી રાત્રે લો તો શું થાય ?
સ0 દિવસ પણ બગડે અને રાત પણ બગડે.
ત્યાં જેમ પરિણામનો વિચાર કરો છો - તેમ અહીં પણ વિચારતાં થઈ જાઓ તો કાળ વગેરેનો આગ્રહ રાખવાનું શીખવવું નહિ પડે. મૂળમાં ભાવશુદ્ધિ આવી નથી માટે જ દ્રવ્યાદિની શુદ્ધિની ઉપેક્ષા સેવાય છે. આ સંસારમાં કોઈ સંયોગોમાં રહેવું જ નથી અને મોક્ષે જતા રહેવું છે આવો ભાવ આવી જાય પછી તો કોઈ જ વિધિનું મહત્ત્વ સમજાવવાની જરૂર નહિ રહે.
શ્રાવપણાના અનુષ્ઠાનમાં દ્રવ્યાદિથી વિધિની શુદ્ધિ કેવી રીતે જાળવવી જોઈએ - એ પ્રસંગથી જોયું. દરેક અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાનો અભ્યાસ જેણે સાધુધર્મની પરિભાવનામાં ર્યો હોય એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org