________________
સામાયિક માટે ચરવળો, મુહપત્તી કે ખેસ વગેરે યોગ્ય માપનાં હોવાં જોઈએ, તમને તો શરીરના વેષ માટે માપની ખબર હોય, પણ ચરવળો-મુહપત્તી વગેરેનાં માપ તો ભગવાન જાણે ને ? એ જાણવા માટે પ્રયત્ન કર્યો? જાણ્યા પછી પણ યોગ્ય માપવાળાં જ ઉપરણો વાપરવાનો આગ્રહ પણ ખરો ? પૂજા માટે કેસર, બરાસ, ફળ, નૈવેદ્ય, અક્ષત વગેરે કેવાં વાપરો ? અક્ષતનો સાથિયો આખા ચોખાથી કરો કે તૂટેલા ચોખા પણ ભેગા હોય ? ભાત સંધવા માટે ચોખા વીણે, પણ સાથિયો કરવા માટે અખંડ ચોખા વીણો ખરા ? અક્ષતપૂજા અક્ષતપદ આપે-એવી શ્રદ્ધા ખરી ? જ્યાં ધર્મની શ્રદ્ધામાં જ ખામી હોય ત્યાં વિધિનો આદર ક્યાંથી જાગે ?.... દ્રવ્યશુદ્ધિ જાળવ્યા પછી પણ જે ક્ષેત્રમાં અનુષ્ઠાન કરવાનું હોય તે ક્ષેત્ર પણ અશુચિ વગેરેથી રહિત હોવું જોઈએ. સામાયિકનું અનુષ્ઠાન કરતી વખતે સ્વચ્છ, પવિત્ર, ઘોંઘાટ વગરના સ્થાને બેસવું તે ક્ષેત્રશુદ્ધિ. તે જ રીતે પૂજા વગેરે અનુષ્ઠાન કરતી વખતે પણ દેરાસર તેમ જ તેના રંગમંડપ વગેરેની શુદ્ધિ માટે પ્રયત્ન ર્યા બાદ તે તે અનુષ્ઠાન કરવાં તે ક્ષેત્રશુદ્ધિ. કાળથી શુદ્ધ અનુષ્ઠાન કોને કહેવાય છે તે જણાવવા માટે શાસ્ત્રકારો ખેતીનું દૃષ્ટાન્ત આપે છે. અકાળે કરેલી ખેતી જેમ ફળતી નથી તેમ અકાળે કરેલું અનુષ્ઠાન તેવા પ્રકારના ફળને આપવા માટે સમર્થ નથી બનતું. ચૈત્ર મહિને કોઈ ખેડૂતે બીજ વાવ્યાં સાંભળ્યું છે ? ચૈત્ર મહિને બીજ વાવે તો અનાજ આવે કે બીજ નકામું જાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org