________________
અનુકૂળતા સાચવવાનો વિચાર હોય એ ધર્મ સંસારથી તારનારો કઈ રીતે બને ? અને જે ધર્મ સંસારથી તારે નહિ અને સંસારમાં રખડાવે એ ધર્મને ધર્મ કઈ રીતે કહેવાય ? તમારા ધર્મને ધર્મ કહેવડાવવાને બદલે તમારા ધર્મને ધર્મ બનાવવા માટે જો મહેનત કરી હોત તો આજે તમારી ધર્મક્રિયાઓની આવી દશા ન હોત.
ગૃહસ્થપણાનો બધો ધર્મ ધનની મૂચ્છ ઉતારવા માટે અને સુખની લાલસા મારવા માટે કરવાનો છે. પારકા પૈસે ધર્મ કરે તેની ધનની મૂચ્છ ઊતરે કે પોતાના પૈસા બચાવવાના કારણે ધનની મૂર્છા વધે ? લોકો ગમે તેટલી અનુકૂળતા કરી આપે, આપણે લેવી નથી, આપણે આપણી શક્તિ અનુસાર પણ સ્વદ્રવ્યથી પૂજા વગેરે અનુષ્ઠાનો કરવાં છે. મૂચ્છ ઉતારવાના આશય વગર ધર્મ કરશો તો તેવા ધર્મથી પુણ્ય બંધાય તો ય તે પાપાનુબંધી જ બંધાય. જો પાપથી મુક્ત બનવું હશે તો અનુકૂળતા મુજબ ધર્મ કરવાના બદલે ભગવાનની આજ્ઞાને અનુકૂળ બનવાનો પ્રયત્ન ક્ય વિના નહિ ચાલે. ઈચ્છામાં ફેરફાર કરવો પડે તો કરી લેવો, પણ આજ્ઞામાં ફેરફાર નહિ કરાય.
સ) આવો ધર્મ કરવો - એ ઘણું કપરું કામ છે.
કપરું લાગે તેનો વાંધો નથી, પણ અશક્ય તો નથી ને ? અવ્યવહારુ તો નથી ને ? તમારી આંખ ખોલવાનું કામ અમારું, બાકી કાંડું પડવાનું કામ અમારું નથી. માર્ગ સમજાવવાનું કામ અમારું, પણ પગ ઉપાડવાનું કામ તો તમારે જ કરવું પડશે. ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org