________________
હોય તે સામાચારી કહેવાય. પાત્રમાં રાખવાં એ સિધાન્ત. કોઈ કાળાં રાખે, કોઈ લાલ રાખે તે તેમની સામાચારી. વસ્ત્ર રાખવાં તે સિદ્ધાન્ત, કોઈ ધોળાં વાપરે, કોઈ પીળાં વાપરે તે સામાચારી. વસ્ત્ર ન રાખવાં એ સિધાન્ત પણ નહિ, સામાચારી પણ નહિ, પરંતુ અપસિદ્ધાન્ત. વર્તમાનમાં જેઓ તિથિને સામાચારી માનવાની વાત કરે છે તેમને પૂછવાની જરૂર છે કે – તિથિ એ સાધુની સામાચારી છે કે શ્રાવકની ? તિથિની આરાધના તો ચતુર્વિધ સંઘે કરવાની છે ને ? તો પછી તેને સામાચારી કઈ રીતે કહેવાય ? - સવ બધા જેમાં રાજી હોય તેવો ફેરફાર સંઘની એકતા માટે ન કરાય ?
સાધુપણું બધાને રાજી રાખવા માટે નથી, ભગવાનની આજ્ઞા પાળવા માટે છે. ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ ચારિત્ર લે ત્યારે ઘણાને દુઃખ થાય છે. છ-છ મહિના સુધી અંતપુર રુદન કરતું પાછળ ફરે છે. મોહ કે અજ્ઞાનના યોગે કોઈ નારાજ થતું હોય તો તેવી નારાજીનો વિચાર નથી કરવાનો. આવી નારાજીની ઉપેક્ષા ર્યા વિના ભગવાનના માર્ગે ચાલી નહિ શકાય. સંઘ શેમાં રાજી હોય ? ભગવાનની આજ્ઞામાં કે ઈચ્છા મુજબના આચારમાં? ચતુર્વિધ સંઘ ભગવાનની આજ્ઞાના ખીલે બંધાયેલો છે. એ આજ્ઞા ખાતર એકાકી વિચરવું પડે તો વાંધો નહિ, પણ એ આજ્ઞાનો ખીલો ઉખેડીને સંઘની એકતા નથી કરવી. લોકોનાં ટોળાંથી જુદા પડી જઈએ - એકલા પડી જઈએ એનો વાંધો નથી, ભગવાનની આજ્ઞાથી વિખૂટા નથી પડવું. જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org