________________
કે વિષયોથી દૂર રહે ? ભૂતકાળનાં કર્મ આડાં આવે તો વિષયની પરિણતિ ટળી ગયા પછી પણ વિષયોની વચ્ચે રહેવું પડે – એવું બને, પણ તેવા પ્રકારનું કર્મ ન હોય તો વિષયની પરિણતિ ટળતાંની સાથે વિષયનો ભોગવટો પણ છૂટી જાય. વિષયનો રાગ મારવો. હોય તો વિષયથી દૂર રહેતાં શીખવું પડશે. વિષયથી દૂર રહેવાનો પરિણામ સમક્તિીને કેવો હોય તે તમને નહિ સમજાય. દાવાનળમાં રહેલો પાંગળો રાખ થઈ જાય તો ય ત્યાંથી ખસે નહિ, છતાં તેની ઈચ્છા બળી મરવાની કે ભાગી છૂટવાની ? એ રીતે દેશોન પૂર્વકોટિ વરસ સુધી, આગળ વધીને છાસઠ સાગરોપમ સુધી અવિરતિમાંથી નીકળી ન શકે છતાં ય વિરતિને મેળવવાનો પરિણામ આવતો ને જાગતો જ હોય. વિરતિનો ખપ ન હોય અને વીતરાગતાની વાતો કરવી હોય- એવાનું કામ નથી. મોક્ષની ઈચ્છા વિના સાધુપણું ન ટકે તેમ ચારિત્રની ઈચ્છા વિના સમતિ ન ટકે. જે દિવસે સંસારની ભયંકરતા સમજાશે અને મોક્ષની અભિલાષા જાગશે તે દિવસે ભગવાનના સાધુપણાની કિંમત સમજાશે. એ ભાવસાધુતાને પામવા પહેલાં ભાવસાધુનાં લિંગો ઓળખી લેવા જોઈએ. તેમ જ ભાવસાધુતા ન આવે ત્યાં સુધી એ ભાવસાધુતા પામવા માટે ભાવસાધુના શરણે જીવન ગુજારવા માટે પણ ભાવસાધુને ઓળખી લેવા જરૂરી છે. એ આશયથી આપણે ભાવસાધુનાં લિંગોનો વિચાર શરૂ કર્યો છે. તેમાંનું પહેલું લિંગ માર્ગાનુસારી ક્રિયા છે - એ આપણે જોઈ ગયા. બરાબર સમજાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org