________________
નેવે મૂકનારને સિદ્ધાન્તભંગનું પાપ લાગે છે. જેને ભગવાનની આજ્ઞાનો ખપ નથી અને શાસ્ત્ર સાથે કોઈ સંબંધ નથી, એવાઓના ખોટા પ્રચારમાં તણાઈ ન જવાય એટલા માટે આ બધું સમજી લેવું જરૂરી છે. આપણે જો આ સંસારથી તરવું હશે તો ભગવાનના સિધાન્તને સાચવવા માટે ગમે તેટલા આક્ષેપ, વધ, તાડન, આક્રોશ સહન કરવા પડે તો કરી લેવા છે. સાચું સમજાવું મુશ્કેલ છે તેમ સાચું સમજ્યા પછી સાચા માર્ગને વળગી રહેવું પણ કષ્ટકારી તો છે જ. પરંતુ આ કષ્ટ કલ્યાણકારી છે. સહેલાઈથી ધર્મ થતો હોય તો ઘર્મ કરનારા ઘણા મળે પરંતુ કષ્ટમાં પણ ધર્મ કરતાં આવડે તો સમજવું કે ધર્મ પરિણામ પામ્યો.
સત્ર શાસ્ત્રમાં એમ આવે છે કે બહુ કહેવાથી સર્યું, જેમ રાગ-દ્વેષ ઘટે તેમ કરવું. તો પછી આ બધા વિવાદમાં પડવાના બદલે માત્ર રાગદ્વેષ ટાળવા પ્રયત્ન કરીએ તો શું ખોટું ?
રાગદ્વેષ ટાળવા માટે પણ રાગદ્વેષ ઓળખવા તો પડશે ને ? તમે તો પત્નીના રાગને અને શત્રુના દ્વેષને ફરજ માની બેઠા છો ! તમે તો કુટુંબ-પરિવારના રાગથી, માલમિલક્તના રાગથી તેની રક્ષા માટે ઝઘડવું એને જવાબદારીનું ભાન માનો અને દેવ-ગુરુ-ધર્મની રક્ષા માટે પ્રયત્ન કરનારાને ઝઘડાખોર માનો ! શાસ્ત્ર કહે છે કે સુદેવ-સુગુરુ-સુધર્મનો રાગ તારનારો છે અને ધન-કુટુંબ-પરિવારનો, આગળ વધીને કુદેવ-કુગુરુ-કુધર્મનો રાગ ડુબાડનારો છે. છતાં ય તમારે બધાને સરખા માની રાગદ્વેષ ઘટાડવા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org