________________
એક ડગલું નથી ભરવું અને શાસ્ત્ર જોયા વગર એક શબ્દ નથી ઉચ્ચારવો. શાસ્ત્રની મર્યાદામાં રહ્યા વિના આ સંસારમાંથી મુક્ત નહિ થવાય. આજે, શાસ્ત્રની તો વાત જવા દો, સમુદાયની કે ગુરુની મર્યાદા પાળવા પણ જે તૈયાર ન થતા હોય તેવાને માર્ગનો ખપ જ નથી – એમ માનવું રહ્યું. પહેલાના કાળમાં આગમો કંઠારૂઢ હતાં, હવે શાસ્ત્રારૂઢ થયેલાં છે. એ કાળમાં બે-ત્રણ વાર ભયંકર દુકાળ પડ્યા. પેટ પાતાળે જાય, તાળવું સુકાવા માડે એવા દુષ્કાળના કાળમાં પણ માર્ગના પ્રેમી એવા આચાર્યભગવન્તોએ રસોડાં ખોલવાનો વિચાર ન ર્યો, પરંતુ સ્મૃતિભ્રંશના યોગે નાશ પામવાની તૈયારીમાં રહેલાં આગમોને શાસ્ત્રારૂઢ કરવાનો પ્રયત્ન કર્યો અને સૂત્રરક્ષા કરી. યાદ રાખવાનું શક્ય ન હતું માટે સૂત્રો શાસ્ત્રારૂઢ કર્યા, યાદ રાખવાનું મન ન હતું, ગમતું ન હતું માટે નહિ. પરા કાળમાં મહાપુરુષોએ પોતાના પ્રાણોની પરવા ક્ય વિના જીવની જેમ જતન કરી જે શાસ્ત્રસિધાન્તોની રક્ષા કરી; એને અભરાઈ ઉપર ચઢાવી, પોતાની માન્યતાને સિદ્ધાંતના નામે રજૂ કરનારા પોતાની આત્મરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. શાસ્ત્રના સિદ્ધાન્ત માનવા ન પડે માટે તેને સામાચારી કહીને પોતાની વાતની સિદ્ધિ કરવી એ કૂટનીતિ છે.
સવ સામાચારી અને સિધાન્તમાં શું ભેદ છે ?
જે આચરણા ચતુર્વિધ સંઘને સ્પર્શતી હોય તેને સિદ્ધાન્ત કહેવાય અને જે અમુક ગચ્છ કે અમુક સમુદાયપૂરતી મર્યાદિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org