________________
અનુપમાદેવીએ ન કર્યો! શ્રેણિક મહારાજાને તો ભગવાને કહ્યું હતું કે નરકમાં જવાનું છે, છતાં સાધના ઉત્કટ બનાવી, “નરકમાં દુ:ખ વેઠવાનું જ છે, અહીં મજા કરી લો’ એવું ન વિચાર્યું અને સમાધિથી દુ:ખ વેઠવાનો અભ્યાસ પાડવાની શરૂઆત તે ભવમાંથી જ કરી લીધી. આ કાળમાં મોક્ષ નથી મળવાનો એ જાણવા છતાં મોક્ષ નિકટ બને, એક-બે ભવમાં મોક્ષ નિયત બને એવી આરાધના કરનારા મહાત્માઓ જે શાસનમાં થઈ ગયા એવા શાસનને પામીને પણ, પાટે બેસીને મોક્ષ દૂર છે એમ કહી મોક્ષની ઠેકડી કઈ રીતે ઉડાવી શકે છે અને તમારા જેવા મજેથી કેમ સાંભળી શકે છે. એ સમજાતું નથી. આવાઓ ગમે તેટલી સંખ્યામાં ભેગા થાય તો ય તેમની આચરણા પ્રમાણ નથી. જેનું વચન જ પ્રમાણ ન હોય તેવાની આચરણા તો કઈ રીતે પ્રમાણ બની શકે? સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ પુરુષોને ઓળખ્યા વિના પરંપરામાં આવેલી આચરણાને પ્રમાણ માનવાની ઉતાવળ નથી કરવી.
સવ આ કાળમાં ગીતાર્થ કોણ કહેવાય ?
ગુરુ પાસે, ગુરુના આદેશથી (આશાથી) યોગો દ્વહન કરી શ્રી મહાનિશીથ આદિ સૂત્રનું અધ્યયન જેણે કર્યું હોય તે ગીતાર્થ. પોતાની જાતે ભણે અથવા ગુરુ પાસે ભણેલા હોવા છતાં ગુરુને માથે ન રાખે તે ગીતાર્થ નથી. આજે તો જે બોલકણો હોય તે ગીતાર્થ મનાય છે. તમારે ત્યાં જેમ કહેવત છે કે જે બોલે એના બોર વેચાય’, તેમ અમારે ત્યાં પણ આજે જેને બોલતાં આવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org