________________
નિર્ણય ન લેતાં ઘણાને પૂછીને નિર્ણય લે. અનેક સંવિગ્નગીતાર્થને પૂછીને નિર્ણય લીધેલો હોવાથી ભ્રમ થવાની સંભાવના નથી રહેતી. આથી આવાની જ આચરણા પ્રમાણ છે. જે સંવિગ્ન ન હોય તે તો મોશે પહોંચાડવાના બદલે સંસારમાં રખડાવે. જે ગીતાર્થ ન હોય તે તો અજ્ઞાનના યોગે માર્ગને બદલે ઉન્માર્ગે લઈ જાય. જે અશઠ ન હોય તે લુચ્ચાઈના યોગે પરમાર્થની પ્રાપ્તિ કરાવવાના બદલે પોતાના સ્વાર્થની સિદ્ધિ કરે. અને જે બહુજનસમ્મત ન હોય તે ભ્રમમૂલક નિર્ણય લે તો ઇષ્ટ સ્થાને પહોંચાડે માટે આ વિશેષણોથી રહિતની આચરણા અપ્રમાણ છે : એ સમજાવવાની જરૂર નથી. ગ્રન્થકાર પરમર્ષિએ વિશેષણોનો ક્યું પણ ખૂબ સુંદર રીતે ગોઠવ્યો છે, જેના કારણે કાંઈ ગોટાળો ન થાય. પહેલાં સંવિગ્ન, ગીતાર્થ, અશઠ અને પછી બહુજન પદ મૂક્યું. સંખ્યાનો વિચાર સૌથી છેલ્લે કરવાનો. ઘણા લોકો કરે એ ખોટું હોય નહિ.' આ પ્રમાણે માનવા કે બોલવા પહેલાં આ કમને વિચારી જવો. શાસ્ત્ર પ્રધાન છે, સંખ્યાનું બળ પ્રધાન નથી. જો સંખ્યાબળને જ પ્રધાન માનવું હોય તો મનુષ્યોમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય છે, તેથી સ્ત્રીઓને પ્રધાન માનવી પડશે. છતાં ય સ્ત્રીઓ, પુરુષો કરતાં પ્રધાન છે એવું નથી માનતા ને ? પુરુષો ઓછા હોવાથી અપ્રધાન છે એવું કદી માન્યું ખરું ? પુરુષો ઓછા હોવા છતાં જેમ પ્રધાન મનાય છે તેમ શાસ્ત્રને માનનાર, શાસ્ત્રમાન્ય પરંપરાને સ્વીકારનારા ઓછા હોય તો ય પ્રમાણ જ છે. શાસ્ત્રને બાજુ પર મૂકીને લોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org