________________
છે. સંવિગ્ન ભગવન્ત જ્યારે તેવી કોઈક આચરણા શરૂ કરે ત્યારે તેમની પાસે આગમવચન હોય, પરંતુ પાછળથી એ શાસ્ત્રો લુપ્તપ્રાયઃ થતાં આપણા માટે તો તેમની આચરણા જ પ્રમાણ ગણાય છે. જે વિષયમાં શાસ્ત્રપાઠ મળે છે તેમાં આચરણા માનવાની રહેતી નથી, શાસ્ત્રપાઠ ન મળતો હોય ત્યારે જ આચરણાનું પ્રામાણ્ય વિચારવાનું રહે છે. જેમ કે શ્રી કાલિકસૂરિજી મહારાજે ભા.સુ. પને બદલે ભા.સુ.૪ની સંવત્સરી પ્રવર્તાવી તે ભગવાનના વચનના આધારે પ્રવર્તાવી હતી, રાજાના કહેવાથી નહિ. આપણી પાસે એ વચન ન હોવાથી આપણા માટે તો તેઓશ્રીની આચરણા જ પ્રમાણભૂત છે. તેવી જ રીતે પૂર્વે ભિક્ષાચર્યાએ જતી વખતે સાધુભગવન્તો પાત્રાની ઝોળીના ચાર છેડા મૂઠીમાં પકડીને જતા. પરન્તુ કાળક્રમે પ્રમાદી જીવોને તેમાં અલના થવાથી આત્મવિરાધના-સંયમવિરાધના વગેરે અનેક દોષોની સંભાવના જણાવાથી પાત્રાની ઝોળીને ગાંઠ મારીને કાંડામાં પકડવાની પ્રથા શરૂ થઈ. આવા પ્રકારના જે કોઈ પણ ફેરફાર આચરણામાં સંવિગ્ન ગીતાર્થ ભગવન્તોએ દોષહાનિ અને અધિક લાભ માટે કર્યા હોય તે આગામથી અવિરુદ્ધ હોવાથી પ્રમાણ છે. માર્ગ બત્રીસીમાં શ્રીયશોવિજયજી મહારાજે પણ જણાવ્યું છે કે શાસ્ત્રમાં જેનું ઉત્સર્ગમાર્ગે વિધાન કરવામાં આવ્યું હોય તે વિહિત પ્રવૃત્તિનો પણ અસહિષ્ણુતાદિ-પુણાલંબને અપવાદપદે ત્યાગ કરવો પ્રમાણભૂત મનાય છે તો, શાસ્ત્રમાં જેનો નિષેધ નથી કરવામાં આવ્યો, ઉપરથી જે હિતનું કારણ બને છે તેવી આચરણાને પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org