________________
અનુકૂળતા સાચવવા અને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ગમે તેટલી મોટી સંખ્યામાં ભેગા થયા હોય તો ય તે શઠ માણસોનું ટોળું છે. શાસ્ત્ર ભણેલા પણ જો શાસ્ત્રને આગળ કરવાના બદલે શાસ્ત્રને બાજુએ મૂકીને પોતાના સિધાન્તોને આગળ કરતા હોય તો તે ગીતાર્થ પણ નથી અને અશઠ પણ નથી.
સ) મળેલું જ્ઞાન પચાવવામાં એમને શું તક્લીફ પડી ?
સુખ છૂટી જશે - આ ડર જ મળેલા જ્ઞાનને પચવા દેતો નથી. માનસન્માનની લાલસા મળેલા જ્ઞાનને, ઉન્માર્ગે જવામાં કામે લગાડવાનું શીખવે છે. તમારી પણ હાલત કેવી છે ? ભગવાનનું શાસન તમને પણ મળ્યું છે ને ? છતાં રક્ષાનો વખત આવે તો મોક્ષસાધકની રક્ષા કરો કે સંસારસાધકની ? આગ લાગે ત્યારે ચરવળો, પુસ્તક, સાપડો સાચવવાનું યાદ આવે કે તિજોરી સાચવવા દોટ મૂકો ? ભલે તિજોરી સાચવો, પણ જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણો યાદ પણ આવે ખરાં? સંસારની અસારતા ન સમજાય અને મોક્ષની અભિલાષા ન જાગે ત્યાં સુધી આવું જ ચાલવાનું. મોક્ષનો અભિલાષ પેદા થયા વિના ભણેલું કામ નહિ લાગે. માટે સૌથી પહેલાં મોક્ષની ઈચ્છા પેદા થાય એવું કરવું છે. આ કાળમાં મોક્ષ મળી શકે એવો નથી તો, મહેનત વધારે કરવાની કે બંધ કરવાની ?
સવ મોક્ષ નથી મળવાનો માટે જ તો અમે દૂર ર્યો! શ્રેણિક મહારાજાએ ન કર્યો, કુમારપાળ મહારાજાએ નર્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org