________________
સંસારથી દૂર રહે અને બીજાને સંસારથી દૂર રહેવાનો ઉપાય બતાવે એ ભગવાનના સાધુ.
સ૦ કાદવમાં પડ્યો હોય તેને બચાવવો ન જોઈએ ?
કેવી રીતે બચાવે ? કાદવમાંથી બહાર કાઢીને કે કાદવમાં રાખીને ? કાદવમાંથી નીકળવાની ના પાડે અને કાદવમાં જ અત્તર છાંટવાની વાત કરે તેવાને કાદવથી કેવી રીતે બચાવવો ?
સએ રીતે પણ બચાવવો એ કરુણાભાવના નહિ ?
ના. એ તો અહિતની પ્રવૃત્તિ અને હિતની ઉપેક્ષા છે. જે સ્થાનમાં રહેવાથી રોગ થયો હોય તે રોગની સારવાર એ સ્થાનમાં થાય કે ત્યાંથી બહાર નીકળીને ? જે ખાડામાં સાપ હોય એ ખાડામાં પડેલા બાળકને કેવી રીતે ખેંચી કાઢો ? એને ખેંચી કાઢતાં તેનું શરીર ન છોલાય એ જોવા બેસો ? નહિ ને ? એવી જ રીતે સંસારનાં દુઃખોથી પીડાતા જીવોને બચાવવાનો ઉપાય એક જ છે કે એમને સંસારમાંથી બહાર કાઢવા. પાણીમાં પડેલાનાં કપડાં ભીંજાયા વગર ન રહે. કપડાં ભીનાં કરવા ન હોય તો પાણીમાં ન પડવું એ રીતે સંસારમાં રહેલાને દુઃખ આવ્યા વગર ન રહે. દુઃખથી બચવું હોય તો સંસાર છોડવો પડશે. સંસાર છોડવાની ના પાડે અને દુઃખથી બચાવવાની વાત કરે એના માટે કોઈ માર્ગ નથી. સુખમય જણાતો પણ આ સંસાર સ્વરૂપથી દુઃખમય હોવાથી ભગવાને આ સંસારથી છૂટવાનો અને મોક્ષે પહોંચવાનો માર્ગ બતાવ્યો. એ માર્ગને અનુસરનારી ક્રિયા કરનારા સાધુભગવન્તો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org