________________
પુરુષને સ્ત્રી પણ કહેવાય - એવો દૃષ્ટિકોણ વિચારવા જેવો ખરો ? દૃષ્ટિકોણ કોને કહેવાય ? પ્રકારાન્તરે વસ્તુને વિચારવી કે વિપરીત રીતે વિચારવી તે ? અર્થનો બાધ થાય - એવો દૃષ્ટિકોણ માન્ય ગણાય ?
સ0 સામાના વિચારને પણ અવકાશ તો આપવો જોઈએ ને ? એની વાત પણ સાચી હોઈ શકે ને ?
જ્યાં સુધી બધાની વાત સાચી હોઈ શકે એવું લાગે ત્યાં સુધી પાટે ન બેસવું. સુલતાસતીએ લોકોની વાતને વિચારણાનો અવકાશ આપ્યો ? એમની પણ વાત સાચી હોઇ શકે - એવું વિચાર્યું ખરું ? આખું ગામ ઊલટું હોવા છતાં બધા ખોટા છે અને પોતે સાચી છે એવું માન્યું ને ? બધાના દૃષ્ટિકોણને અવકાશ આપત તો પોતાના સમ્યકત્વની દૃઢતા ટકાવી શક્ત ખરાં ? ચોથા ગુણઠાણે રહેલાને જો આવી શ્રદ્ધા હોય, આવું સત્ત્વ હોય તો પાટે બેસેલા મહાત્મા શું બધાને સાચા માને ? બીજાના વિચાર્ક્સ અવકાશ તો તે આપે કે જેને તત્ત્વનો નિર્ણય ન થયો હોય. અને તત્ત્વનો નિર્ણય જેણે ન કર્યો હોય તેણે તત્ત્વ સમજાવવા ન બેસવું. જેને તત્ત્વનો નિર્ણય થયો હોય તે અતત્ત્વના વિચારને અવકાશ ન આપે તે તો તત્ત્વથી વિપરીત અર્થ જણાવનારા બધાને ખોટા કહેતાં અચકાય નહિ અને પોતાની વાત તત્ત્વને અનુસરતી હોવાથી તે દૃઢતાપૂર્વક જણાવતાં પણ ખચકાય નહિ.
સ) છદ્મસ્થની ભૂલ થાય ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org