________________
ભાન ભૂલે તો થાય, ઉપયોગ રાખે તો ન થાય. જો છમસ્થની ભૂલ થયા જ કરે તો તો સમવસરણમાં આટલા બધા કેવળી ભગવન્તો વિદ્યમાન હોવા છતાં છમસ્થ એવા ગણધરભગવન્તો દેશના કેવી રીતે આપી શકે ? ઉપયોગ રાખીને આપે છે માટે જ ને ? તમારે ત્યાં પણ ગાડી તો છમસ્થ જ ચલાવે છે, છતાં બધા અસ્માત્ કરે કે ઉપયોગ ન રાખે તે ? જો ઉપયોગ રાખે તો છમસ્થા ગાડી ચલાવનાર પણ અકસ્માત્ ન કરે, તો અહીં શા માટે ભૂલ થાય ? છર્મસ્થ ભૂલપાત્ર નથી, ઉપયોગ વગરના ભૂલપાત્ર છે. ભગવાનનું શાસન છમો ચલાવે કે કેવળી ભગવન્તો ? જો કેવળી ભગવન્તો જ શાસન ચલાવનાર હોત તો શ્રી જંબુસ્વામીના નિર્વાણની સાથે જ શાસનનો વિચ્છેદ થઈ જાત. શાસન છ0ો ચલાવે છે, પણ તે આશાના ઉપયોગના આધારે. એક ગ્રન્થની સાત વાર વાચના લીધા પછી પાટે બેસવાનો અધિકાર મળે છે. આ તો એક વાર પણ વાચના લે નહિ, જાતે વાંચી-વાંચીને તૈયાર થઈ પાટે બેસે અને પછી ભૂલ થઈ જાય તો મિચ્છામિ દુક્કડમ્ આપી દે.
સએ ય સારો ગુણ કહેવાય ને ? પાપભીરુતા ન કહેવાય ?
પાપભીરુ તો તેને કહેવાય કે જે પાપથી દૂર રહે. પાપ કરીને મિચ્છામિ દુક્કડમ્ આપે તે પાપભીરુ નહિ, દુઃખભીરુ. મિચ્છામિ દુક્કડમ્ તો તેના માટે રાખ્યો છે કે જેના હાથે પાપ થઈ ગયું હોય તે પાપની શુદ્ધિ કરી શકે, પાપના અનુબંધને તોડી શકે. જાણી-જોઈને પાપ કરવું અને એ પાપના ફળરૂપે દુઃખથી બચવા માટે મિચ્છામિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org