________________
પ્રમાણ છે.
આ પ્રમાણે બે પ્રકારના માર્ગને સાંભળીને શિષ્ય શંકા કરે છે કે “આગમ વિદ્યમાન હોતે છતે આચરણાને પ્રમાણ માનવી યોગ્ય નથી. વચનની અપેક્ષાએ નિમ્નકક્ષાની આચરણાને આગમની જેમ પ્રમાણ માનવામાં તો આગમવચનની લઘુતા થશે...' આ શિષ્યની શંકા પણ વિચારવા જેવી છે. આ શિષ્ય તમારા જેવો ન હતો, તેથી તે માત્ર આગમને પ્રમાણ માનવાની વાત કરે છે, કારણ કે તેને આગમની મહત્તા બરાબર સમજાઈ ગઈ છે. તમને બે પ્રકારના માર્ગને સાંભળીને કોઈ શંકા થઈ ? તમારા જેવાને શંકા થાત તો ય કેવી થાત ? તમે તો આગમને બદલે માત્ર આચરણાને જ પ્રમાણ માનવાની વાત કરત. કારણ કે આચરણાને પ્રમાણ માનવાનું તમને સારું ફાવે એવું છે. તેમાં બે ફાયદા છે. એક તો આગમ-શાસ્ત્રોભણવાથી બચી જવાય અને એના કારણે ઈચ્છા મુજબ જીવી શકાય! આ શિષ્ય તમારા જેવો નથી. એની બુદ્ધિ તો માર્ગાનુસારી હોવાથી તે આગમને જ પ્રમાણ માનવાની વાત કરે છે. આ શિષ્યને જે સમજાય છે તે આજના કેટલાક આચાર્યભગવન્તો સમજી શક્તા નથી. આ શિષ્ય શાસ્ત્રને જ પ્રમાણ માનવાનું કહે છે, જ્યારે આજના કહેવાતા આચાર્યો શાસ્ત્રોને બાજુએ મૂકવાની વાત કરે છે. પૂર્વેના આચાર્યભગવન્તો તો એવા હતા કે જેઓ, “શાસ્ત્રપાઠ છે એવું જાણવા મળે તો ઊભા રહી જતા. જ્યારે આજના આચાર્યો શાસ્ત્રને બાજુએ મૂકવાનું કહેતાં અચકાતા નથી અને તમારા જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org