________________
પ્રમાણભૂત છે. આ પ્રમાણે સ્પષ્ટ વિધાન હોવા છતાં પણ એક શબ્દના અનેક અર્થો થાય છે... ઈત્યાદિ બોલવું તે તો માર્ગના નામે ઉન્માર્ગનું પોષણ કરવાનો ધંધો છે. આવો ધંધો લઈ બેસેલાઓથી આપણે સાવધ રહીએ અને આપણી જાતને ઉન્માર્ગથી બચાવી માનુસારી બનાવી શકીએ-એટલા માટે જ આટલો વિચાર ક્ય છે.
અત્યાર સુધીમાં આપણે જોઈ આવ્યા કે, આગમનું વચન અને સંવિગ્ન, ગીતાર્થ અને અશઠ એવા બહુજનોની આચરણા : એ માર્ગ છે, અને એ માર્ગને અનુસરનારી ક્રિયા, એ ભાવસાધુનું પહેલું લિંગ છે. આપણે માત્ર ક્રિયા કરવા માટે પ્રયત્ન કરીએ કે માગનુસારી ક્રિયા કરવા માટે ? આપણે આપણી ક્રિયાને માર્ગાનુસારી બનાવવા માટે કદી પ્રયત્ન કર્યો છે ખરો? માર્ગના જ્ઞાતા એવા આચાર્યભગવા પાસે જઈને કોઈ દિવસ કીધું છે ખરું કે ખોટું કરવું નથી, સાચું સોએ સો ટકા આચરવું છે. જે કરું છું એ સાચું છે કે નહિ એનો નિર્ણય નથી, માટે તેનો નિર્ણય કરી આપો. માર્ગનું જ્ઞાન કરાવો’ ? માર્ગાનુસારી બનવા પહેલાં માર્ગ બરાબર ઓળખી લેવો પડશે અને એ માર્ગ શાસ્ત્રમાં બે પ્રકારનો જણાવ્યો છે. આગમની નીતિ એ જેમ માર્ગ છે તેમ સંવિગ્ન, અશઠ, ગીતાર્થ બહુજનોની આચરણા પણ તરવાનો માર્ગ છે. જેની આચરણા પ્રમાણ છે તેનાં ચાર વિશેષણો બતાવ્યાં છે. ચારે વિશેષણો મહત્ત્વનાં છે છતાં અશઠતાનો વિચાર પહેલાં કરી લઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org