________________
તેમાંથી પર્વલક્ષણાપર્યુષણાકલ્પ કે જે સંવત્સરીપર્વસ્વરૂપ છે તે તો અષાઢ ચોમાસથી પચાસમે દિવસે નિયત જ છે. જ્યારે સ્થાનલક્ષણાપર્યુષણાનો સંવત્સરીથી પૂર્વેના ૫૦ દિવસનો કલ્પ પાંચ પાંચ દિવસની વૃધિથી કરવામાં આવતો હોવાથી અનિયત છે અને સંવત્સરી પછીના ૭૦ દિવસનો કલ્પ નિયત છે. આ રીતે સંવત્સરીપર્વ અષાઢ ચોમાસથી પચાસમે દિવસે નિયત છેઆવો સ્પષ્ટ ઉલ્લેખ ટીકામાં હોવા છતાં માત્ર મૂળના આધારે *સંવત્સરીપર્વ અનિયત છે, ગમે ત્યારે કરી શકાય” આ પ્રમાણે બોલવું તે ઉસૂત્રભાષણ છે. આવા પ્રકારની માન્યતાવાળા એક આચાર્ય ભગવતે સ્વ.પૂ.આ.ભ.શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને શ્રી કલ્પસૂત્રના મૂળનું ગુજરાતી ભાષાન્તર કરી આપવા જણાવ્યું હતું, કે જેથી તેમના (સ્વ. આ. ભ. ના) નામે સંવત્સરી ગમે ત્યારે કરી શકાય - એવી પોતાની માન્યતાનો પ્રચાર કરી શકાય. પરન્તુ સ્વ. પૂ. આ. ભગવન્ત, તેમની એ દાનત જાણતા હતા. આથી તેઓશ્રીએ પણ પેલા આ. ભ. ને જણાવ્યું કે “મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ મ. અને મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી કલ્પસૂત્રના મૂળનો જે અર્થ પોતાની ટીકામાં કર્યો છે તેનાથી બીજો અર્થ કરવાની મારી તૈયારી નથી. જો એ ટીકાનું ભાષાન્તર જોઈતું હોય તો કરી આપું.”
આના ઉપરથી પણ સમજી શકાશે કે એક આગમના અનેક અર્થો પ્રમાણ નથી, પંચાંગીથી સિદ્ધ થયેલો અર્થ જ માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org