________________
થતો હોય તો તો ઝઘડો કર્યા વગર ચાલે એવું નથી. અર્થભેદ થાય એ રીતે એક શબ્દના અનેક અર્થ કરવાથી તો અનેક અનર્થો સર્જાય છે. આગમના તત્ત્વનો બાધ ન થાય એ રીતે કરેલો આગમનો અર્થ જ પ્રમાણ છે. જ્યાં સુધી ટકાગ્રન્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી મૂળ આગમનો ટીકાસંગત અર્થ જ પ્રમાણ મનાય છે. આથી જ તો ભગવાનના શાસનમાં પંચાંગીને પ્રમાણભૂત ગણી છે. મૂળ આગમમાં જેનો સ્પષ્ટ નિર્દેશ ન હોય તેવી પણ સ્પષ્ટતા ગીતાર્થ એવા ટીકાકારોએ કરેલી હોય તો તે આગમની જેમ જ પ્રમાણભૂત છે. આવા પ્રકારના ટીકાગ્રન્થોનો અનાદર કરી માત્ર મૂળ આગમનો અર્થ જેઓ પ્રમાણ માને છે, તેઓનો તે આગમનો અર્થ પણ ઈચ્છા મુજબનો કરેલો હોવાથી અસલમાં પ્રમાણ છે. વર્તમાનમાં શ્રી કલ્પસૂત્રના મૂળનો ટીકાનિરપેક્ષ અર્થ કરીને સંવત્સરી ગમે ત્યારે કરી શકાય' - આ પ્રમાણે પોતાની દુષ્ટ માન્યતાનું સમર્થન કરનારા, અજ્ઞાન લોકોને ઉન્માર્ગે લઈ જઈ રહ્યા છે. આશય એ છે કે શ્રી કલ્પસૂત્રના મૂળમાં, શ્રી પર્યુષણાકલ્પના કોઈ પણ જાતના પ્રકાર પાડ્યા વિના પર્યુષણાકલ્પ અનિયત પણ હોય છે - એ પ્રમાણે જણાવ્યું છે. જ્યારે આ વિષયમાં, મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ મહારાજે કિરણાવલી નામની ટીકામાં અને મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે સુબોધિકા નામની ટીકામાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે પર્યુષણાકલ્પ બે પ્રકારનો છે : સ્થાનલક્ષણાપર્યુષણાકલ્પ અને પર્વલક્ષણાપર્યુષણા કલ્પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org