________________
ભગવાનનું વચન જ સાચું, જ્યારે આચરણા તો શતિ મુજબ કરે. આચરણા શક્તિ મુજબની હોવાથી તેમાં એકરૂપતા ન દેખાય એ બને, પણ વિચારણામાં એટલો એકાન્તવાદ જ હોવો જોઈએ કે ભગવાનની આજ્ઞા પાળવાથી જ સંસાર છૂટે અને મોક્ષ મળે. આચરણા યથાશતિ હોયજ્ઞાન, શ્રદ્ધા કે પ્રરૂપણા નહિ. જ્ઞાન, શ્રદ્ધા કે પ્રરૂપણા તો યથાશતિ ન હોય, આશા મુજબની જ હોય, એમાં સ્યાદ્વાદ નથી લગાડવાનો. તમારી શક્તિ ન હોય તો તમે સ્ત્રી (પત્ની) પાસે પણ બેસો, છતાં વિચારમાં શું હોય ? દેવ, ગુરુ, ધર્મ જ સારા !' એમ જ ને ? સાધુભગવન્ત પણ અસહિષ્ણુ હોય તો અપવાદ સેવે, છતાં અપવાદમાર્ગે ચાલનાર અપવાદને સારો માનીને તો ન ચાલે ને ? હું પામર છું, અસહિષ્ણુ છું. બાકી તો અનન્તા આત્માઓ આ માર્ગને આરાધી ગયા છે, માર્ગ તો આ જ છે; હું પામર છું માટે ઉત્સર્ગમાર્ગે ચાલી નથી શક્તો...' આ રીતે તેની શ્રદ્ધામાં તો એકાન્ત જ હોય. એક અર્થને સમજાવવા માટે અનેક શબ્દો વાપરવા પડે, શબ્દો ફેરવવા પડે એ બને. પરંતુ જે અર્થને સમજાવવા માટે શબ્દ વાપરવામાં આવ્યો હોય તેનાથી વિપરીત અર્થ એ શબ્દનો ન કરાય. વચન ફરે છતાં અર્થ ન ફરે એ વિશેષતા આ શાસનની હતી. આજે એક જ વચનના પણ અર્થ ફરવા માંડ્યા છે અને એમાં પાછા તમારા જેવા સાથ પુરાવનારા મળે, પછી શી દશા થાય ?
સવ સામા માણસના દૃષ્ટિકોણને વિચારવો ન જોઈએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org