________________
અર્થ બાધક ન હોય. બધા ભગવાને ત્રણ પદો આપ્યાં, એના ઉપરથી બધા ગણધરભગવન્તો એક જ અર્થ સમજ્યા. આનું નામ માર્ગાનુસારી પ્રજ્ઞા. દરેક ગણધરભગવન્તોએ એ અર્થને પોતાના શબ્દોમાં ગૂંચ્યો. શબ્દો બધાના ફરે પણ અર્થ કોઈનો ન ફરે. શબ્દ અનેક છતાં અર્થ એક : આ ચમત્કાર ભગવાનના શાસનનો છે.
સવ જો એક જ અર્થ થતો હોય તો સ્વાવાદનો અર્થ ક્યાં રહ્યો ?
તમારો સ્યાદ્વાદનો અર્થ ક્યો છે – એ તો અમને ખબર છે. ધર્મ સંસારના સુખ માટે પણ થાય અને મોક્ષ માટે પણ થાય : આ જ તમારો સ્યાદ્વાદ છે ને ? સ્યાદ્વાદ તો પછી શીખવીશું. સ્યાદ્વાદશીખવવા પહેલાં તમને એકાન્તવાદ શીખવવાની જરૂર છે. પહેલાં “સંસાર એકાન્ત ભૂંડો અને મોક્ષ એકાન્તરડો’ એ પાકું ‘કરો પછી સ્યાદ્વાદશીખવીશું તમારા જેવા સ્યાદ્વાદ ભણ્યા એના કરતાં ન ભણ્યા હોત તો કમસે કમ સ્યાદ્વાદની વિટંબણાના પાપથી તો બચત ! પહેલાં, “દીક્ષા લીધા વિના મોક્ષ નહિ જ મળે એ એકાન્તવાદ ઘૂટો પછી સ્યાદ્વાદ ભણવાની યોગ્યતા આવશે. સ્યાદ્વાદના નામે પોતાની વાતનું સમર્થન કરનારાઓને સૌથી પહેલાં આ એકાન્તવાદ સમજાવવાની જરૂર છે.
સવ પ્રવૃત્તિ ભલે એક પ્રકારે કરે પણ વિચારમાં તો અનેકાન્ત રાખવાનો ને ?
તદ્દન ઊંધી વાત કરી. વિચારમાં તો એક જ વાત હોય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org