________________
વિષયમાં સંગીતમાં નૃત્યકળામાં, રમતગમતના ક્ષેત્રમાં, વૈદ્યશાસ્ત્રમાં રસોઈના વિષયમાં ફરક પડ્યો છે ? તુવેર કે મગની દાળના બદલે કોઈએ ઘઉની દાળ કે ચોખાની દાળ રાંધી હોય એવું બન્યું છે ? આખી દુનિયામાં ફરી વળો, ઘઉની દાળ ક્યાંય મળે ? રીતમાં ફરક પડે, પદ્ધતિમાં ફરક પડે પણ મૂળ પદાર્થમાં તો કોઈ કાળે ફરક ન પડે. એ જ રીતે અહીં પણ ભગવાનના વચનમાં, શાસ્ત્રમાં ફેરફાર ન થાય.
સ) એક શબ્દના અનેક અર્થ થાય ને ?
એક શબ્દના અનેક અર્થ થાય, પણ દરેક સ્થાને એક શબ્દના અનેક અર્થ કરાય ખરા ? કોઈ વક્તા એક શબ્દનો પ્રયોગ કરે તે અનેક અર્થ સમજાવવા કરે કે એક અર્થને ? એક શબ્દના અનેક અર્થ થતા હોવા છતાં વક્તાએ જે અર્થમાં એ શબ્દનો પ્રયોગ કર્યો હોય તે જ અર્થ તે શબ્દનો થાય. શાસ્ત્રમાં લખ્યું છે કે શબ્દનો અર્થ કરવામાં વતાનું તાત્પર્ય એ મુખ્ય કારણ છે. માત્ર શબ્દકોષમાં જોઈને શબ્દનો અર્થ ન કરાય, વક્તાનું તાત્પર્ય પણ જોવું પડે. અને વક્તાનું તાત્પર્ય શબ્દકોષમાં ન મળે એ તો પ્રસંગને લઈને પ્રકરણના અનુસંધાનથી જાણી શકાય. “સૈન્ધવ’ શબ્નો અર્થ મીઠું પણ થાય અને ઘોડો પણ થાય. સૈન્ધવ એટલે સિન્ધદેશમાં થયેલો. એ સૈન્ધવ શબ્દનો અર્થ શબ્દકોષમાં જુઓ તો બંને અર્થ મળે, પરંતુ એકી સાથે બંને અર્થ ન કરાય. ક્યો પ્રસંગ છે તે વિચારવું પડે. જમવા બેઠેલો માણસ “સૈધવ લાવો’ એ પ્રમાણે બોલે ત્યારે સૈન્ધવનો
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org