________________
અને મોક્ષે પહોંચવા માટે ઉપદેશ આપ્યો છે.
સ૦ લક્ષ્ય કેળવવા માટે ઉપદેશ આપ્યો છે.
ના, માત્ર લક્ષ્ય કેળવવા નહિ મોશે પહોંચવા માટે ઉપદેશ આપ્યો છે.
સ0 લક્ષ્ય હોય તો પહોંચાય ને ?
લક્ષ્ય હોય તો પહોંચાય - એ સાચું, પણ સાથે એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે પહોંચવું હશે તો લક્ષ્ય કેળવવું પડશે. મોક્ષે પહોંચ્યા વગર વિસ્તાર નથી થવાનો – આટલું સમજાય તો મોક્ષનું લક્ષ્ય ન હોય તો ય કેળવાયા વિના ન રહે.
ભગવાનનો ઉપદેશ પણ મોશે પહોંચાડવા માટે છે અને શાસ્ત્રોની રચના પણ મોક્ષે પહોંચાડવા માટે છે. પરંતુ શાસ્ત્ર તો માત્ર સમજાવવાનું કામ કરે, શાસ્ત્ર મુજબ આરાધના કરીને મોક્ષે પહોંચવાનું કામ તો આપણે જાતે જ કરવું પડશે. અત્યાર સુધી ધર્મ ઘણો ર્યો છતાં ભાવસાધુપણા સુધી ન પહોંચ્યા. પહેલેથી નાનામાં નાનો ધર્મ જો ભગવાનની આજ્ઞા મુજબ આરાધ્યો હોત તો ચોક્કસ આપણે ભાવસાધુપણા સુધી પહોંચી ગયા હોત. નડતર દૂર કર્યા વિના ધર્મ કરવાથી સારામાં સારો ધર્મ કરીને પણ માત્ર સંસારનું સુખ ખંખેરવાનું કામ કર્યું છે.
સચારિત્ર મોક્ષ માટે નથી પાળ્યું – એવો આક્ષેપ આપ કરો છો ?
મેં નહિ, જ્ઞાની ભગવન્તોએ આ આક્ષેપ કર્યો છે. અનન્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org