________________
અર્થ મીઠું કરાય અને યુદ્ધભૂમિમાં જવા માટે નીકળેલો માણસ “સૈધવ લાવો હે તો ત્યારે ઘોડો લાવીને આપવાનો હોય તાત્પર્યની અનુપપત્તિ (અસંગતિ) શાબ્દબોધમાં પ્રતિબંધક છે. તાત્પર્યને અનુરૂપ જેટલા અર્થ થાય તે કરવાની છૂટ, પરન્તુ તાત્પર્યને બાધા પહોંચે એવો એક પણ અર્થ ન કરાય. જેના કારણે ઉન્માર્ગની પુષ્ટિ થાય એવો એક પણ અર્થ એકે શાસ્ત્રવચનનો ન કરાય. શાસ્ત્ર તો સન્માર્ગના દર્શન માટે અને સન્માર્ગની પુષ્ટિ માટે રચાયેલાં છે. પોતે કરેલા અર્થની સિદ્ધિ કરવા માટે શાસ્ત્રની રચના નથી.
એક વાર એવો પ્રસંગ બનેલો કે ભગવદ્ગીતાના અર્થ કરવા માટે બ્રાહ્મણ પંડિતોની સભા ભરાઈ હતી. કોઈ કહે અન્યાયને દૂર કરવા કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો, કોઈ કહે અર્જુનના અજ્ઞાનને દૂર કરવા કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો... એ રીતે જુદાજુદા પંડિતોએ લગભગ ગીતાના અઢાર અર્થ ક્ય. છેવટે એક વિદ્વાન પંડિત ઊભા થયા અને તેમણે કહ્યું કે, કૃષ્ણ ભગવાને ગમે તે આશયથી ગીતાનો ઉપદેશ આપ્યો હોય તો પણ એક વાત નિર્વિવાદ છે કે કૃષ્ણ ભગવાનનો ઉપદેશ સાંભળીને અર્જુને બાણ ચલાવવાનું શરૂ કર્યું હતું. ગીતાના જેટલા અર્થ કરવા હોય એટલા કરો પરંતુ એ ગીતાનો ઉપદેશ સાંભળી અર્જુને બાણ ચલાવ્યું એ જ ગીતાનો સાર છે.....
એ જ રીતે અહીં પણ, ભગવાનના વચનના અર્થ ગમે તેટલા થતા હોય પરંતુ એક વસ્તુ નિર્વિવાદ છે કે ભગવાને સંસારથી છૂટવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org