________________
જ્ઞાન; સમજ આપે છે, માર્ગ બતાવે છે. શ્રદ્ધા; એ માર્ગમાં સ્થિર બનાવે છે અને ચારિત્ર માર્ગે દોડાવે છે. જેમ જેમ માર્ગે ચાલવા માંડે તેમ તેમ માર્ગ સૂઝતો જાય અને જેમ જેમ માર્ગ સૂઝતો જાય તેમ તેમ માર્ગે દોડવા માંડે. આજનાં આપણાં જ્ઞાનાદિ કેવાં છે ? આપણું જ્ઞાન મોક્ષના ઉપાયો બતાવવાના બદલે અનુકૂળતાના ઉપાયો સુઝાડ્યા કરે! આપણી શ્રદ્ધા તો લગભગ કાચની શીશી જેવી છે : દુઃખ આવ્યું કે ભાંગી જ ગઈ સમજો, સુખ જોયું કે ફૂટી જ સમજો! આવી અવસ્થામાં ચારિત્રની શી દશા થાય ? જેનાં જ્ઞાનાદિ આવાં હોય તેની પાસે માર્ગાનુસારી ક્લિાસ્વરૂપ, ભાવસાધુનું પહેલું લિંગ છે - એ કેવી રીતે મનાય ?
સ૨ દ્રવ્ય-સાધુ ભાવસાધુ બને ને ?
બને. પણ ક્યારે ? જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવા માટે મહેનત કરે ત્યારે કે જ્ઞાનાદિની ઉપેક્ષા કરી પોતાની અનુકૂળતા સાચવવા મથે ત્યારે ? ગૃહસ્થો માટે પાપ કરવા તૈયાર થાય ત્યારે કે ભગવાનની આજ્ઞા ખાતર પાપ છોડીને દુઃખ વેઠવા તૈયાર થાય ત્યારે ?
સવ ઉદયનમંત્રીને નિર્ધામણા કરાવનાર વંઠ માત્ર વેષથી પણ તય ને ?
વેષથી તર્યો કે લાયકાત હતી માટે તર્યો ? માત્ર વેષથી તરાતું હોત તો સૌથી પહેલાં અભવ્યોનો મોક્ષ થઈ જાત. માત્ર વેષથી નથી તરતું, લાયકાત હોય તો વેષ તારનારો બને. વડે વેષ પહેર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org