________________
18
પ્રરતાવના. વિરમવું પડે છે. વિવેચન કરવામાં એટલું ખાસ લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે આ પુસ્તક જેમ બને તેમ સર્વ પંક્તિના વાંચનારાએને પગી થઈ શકે. જૈન અને જૈનેતર, અયાસી અને સામાન્ય વાંચનાર સમજી વિચારી શકે એવા શબ્દોમાં ગહન વિષયનો વિચાર કરવામાં આવ્યા છે, તેમાં પણ બનતાં સુધી પારિભાષિક શબ્દો ઓછા વપરાય અથવા ખુલાસા સાથે વપરાય એમ કરવા પ્રયત્ન કરવામાં આવ્યું છે, ક્લા વિષયની ગંભીરતાને અંગે તદ્દન સામાન્ય વાચનાર પણ આ પુસ્તકના અધિકારી થઈ શકે એ શંકાસ્પદ છે.
જુદી જારી જાતની ત્રણ અનુક્રમણિકા, વિષચક્રેપ અને સામાન્ય વિષયાનુક્રમણિકા પુસ્તકને ખાસ ઉપયોગી બનાવવાના હેતુથી તૈયાર કરવામા આવેલ છે. અન્વેષણ (Reference) ને અંગે એ સર્વ બહુ ઉપચેગી થઈ પડે છે એ ઘણું પુસ્તકે જેમને વારંવાર જોવા પડે તે જાણું શકે તેમ છે.
પુસ્તકને પ્રેસમાથી પસાર કરાવવામાં તથા મુફ જવામાં મારા મિત્ર મી. ઉજમશી દયાળજીએ મદદ કરી છે તે માટે તેને ઉપકાર માનું છું અને ખાસ કરીને મારા કાકાશ્રી અને પંન્યાસજી શ્રીઆનંદસાગરજીએ જે દીર્ઘ પ્રયાસ કરી આ પુસતકને સતત વાંચી આપી ઉપકાર કર્યો છે તેની આ પ્રસંગે ખાસ નોંધ લેવી ઉચિત ધારું છું. આ પુસ્તકમાં શાસ્ત્રવિરૂદ્ધ, સંપ્રદાયવિરૂદ્ધ, કત્તના આશયવિરૂદ્ધ જે કાંઈ લખાણું હેય, લખાઈ ગયું હોય, વિવેચનમાં ગ્રામ્ય પ્રગટ થઈ ગયા હોય તે સર્વ માટે ક્ષમા ચાહી પુસ્તક જાહેર પ્રજાના હાથમાં તેના પર ચેચ વિચારણા માટે મૂકું છું. મુબઈ પ્રન્સેસ સ્ટ્રીટ છે.
મનાર બીડીંગ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સંવત ૧૯૭૨,વાનપી |