Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४
તિના છેલ્લા રિપાટ પ્રમાણે બીજા છ સૂત્રો લખાયેલ પડયાં છે, એ સૂત્રો-અનુયાગદ્વાર અને ઠાણાંગ સૂત્ર-લખાય છે તે પણ ઘેાડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી ખાકીના સૂત્રો હાથ ધરવામાં આવશે.
તૈયાર સૂત્રો જલ્દી છપાઈ જાય એમ ઇચ્છીએ છીએ અને સ્થા. અંધુએ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સૂત્રો ઘરમાં વસાવે એમ ઇચ્છીએ.
જૈન સિદ્ધાન્ત' પત્ર-મે ૧૯૫૫.
*
શ્રુત ભક્તિ
(પૂ. આચાર્ય શ્રી ઇશ્વરલાલજી મ. સા. ની આજ્ઞા અનુસાર લખનાર) ૪. સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ
ત. ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ,
આજે લગભગ ૨૦ વષઁથી શ્રદ્ધેય પરમપૂજ્ય, જ્ઞાન દિવાકર પ. મુાનશ્રી ઘાસીલાલજી મ. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર, અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિરાધ, સ્વપર કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના દ્યોતક એવા શ્રીજિનાગમ પર પ્રકાશ પાડે છે. તેઓશ્રી પ્રાચીન, પૌર્વાંત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પડિત છે અને જિન વાણીના પ્રકાશ સસ્કૃત, ગુજરાતી અને હિંદીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણુ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનંદના વિષય છે.
ભ॰ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી. પર’તુ તેમની વાણી રૂપે અક્ષર દેહ ગણધર મહારાજાએ શ્રુત પરપરાએ સાચવી રાખ્યો. શ્રુત પરંપરાથી સચવાતું જ્ઞાન જ્યારે વિસ્તૃત થવાને સમય ઉપસ્થિત થવા લાગ્યા ત્યારે શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે વલ્ભીપુર-વળામાં તે આગમાને પુસ્તકો રૂપે આરૂઢ કર્યાં. આજે આ સિદ્ધાંતે આપણી પાસે છે. તે અધ માગધી પાલી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગગુની ધમ ભાષા છે. તેને આપણા શ્રમણેા અને શ્રમદ્ગોએ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાએ સુખપાઠ કરે છે; પરન્તુ તેના અર્થ અને ભાવ ઘણા ઘેાડાએ સમજે છે.
જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધર્મસૂત્રો છે. એ આપણી આંખે છે. તેના અભ્યાસ કરવા એ આપણી સૌની–જૈન માત્રની ફરજ છે. તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણાં સદૂભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘસીલાલજી મહારાજે સત્સકલ્પ કર્યાં છે અને તે લિખિત સૂત્રોને પ્રગટાવી શાસ્ત્રોદ્ધાર સમીતી દ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે. આવા અનુપમ કાર્યમાં સકળ જૈનાના સહકાર આવશ્યક હાવા ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચરા થાય તે માટે પ્રયત્ના કરવા ઘટે.
ભ॰ મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન; સૂત્રની આરાધના કરવાથી શુ ફળ પ્રાપ્ત થાય છે ? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રુતની આરાધનાથી જીવાના અજ્ઞાનના નાશ થાય છે. અને તેએ સંસારના કલેશેથી નિવૃત્તિ મેળવે છે. મને સ’સાર લેશે।થી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતાં મેક્ષ ફળનો પ્રપ્તિ થાય છે.
આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જૈના, દિગંબરો અને અન્ય ધર્માં હજારો અને લાખા રૂપીયા ખર્ચે છે. હિંદુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સે...કડે નહિ પણ હજારા ટીકા
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૧