Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવંતને વાંદીશ, નમીશ યાવત્ તેમની. પર્યુપાસના કરીશ. ત્યારે ભગવંત મહાવીર, ઉદાયન રાજાનો આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયેલ જાણીને ચંપા. નગરીના પૂર્ણભદ્ર ચૈત્યથી નીકળીને, પૂર્વાનુપૂર્વી ચાલતા, ગામગામ યાવત્ વિચરતા સિંધુસૌવીર જનપદમાં વીતીભય નગરના મૃગવન ઉદ્યાનમાં પધારીને વિચરવા લાગ્યા. ત્યારે વીતીભય નગરના શૃંગાટક યાવત્ પર્ષદા પર્યપાસે છે. ત્યારે તે ઉદાયન રાજા આ વૃત્તાંત પ્રાપ્ત થતા હૃષ્ટ, સંતુષ્ટ થયો. યાવત્ કૌટુંબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપ્રિયો ! જલદીથી, વીતીભય નગરને અંદર-બહારથી જેમ કોણિકે ઉવવાઈ સૂત્રમાં કર્યું તેમ શણગારો યાવત્ તે પર્યપાસે છે. પ્રભાવતી આદિ રાણીઓ પણ તે પ્રમાણે યાવતુ પર્યપાસે છે. ધર્મકથા થઈ. ત્યારે તે ઉદાયન રાજા, ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળીને, અવધારીને, હૃષ્ટ-તુષ્ટ થઈને ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંત મહાવીરને ત્રણ વખત યાવત્ નમીને, આ પ્રમાણે કહ્યું - ભગવન્! તે એમ જ છે, તે એમ જ છે. યથાર્થ છે,સત્ય છે, તથ્ય છે, જેમ આપ કહો છો. વિશેષ કહે છે - હે દેવાનુપ્રિય! અભિચિકુમારને રાજાપદે સ્થાપીને, પછી હું દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને દીક્ષા લેવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે ઉદાયન રાજા, ભગવંત મહાવીરે આમ કહેતા, હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વાંદી, નમીને પછી આભિષેક્ય હાથી પર આરૂઢ થઈને ભગવંત પાસેથી મૃગવન ઉદ્યાનથી નીકળીને વીતીભય નગરે જવા નીકળ્યો. ત્યારે તે ઉદાયન રાજાને આવા પ્રકારે મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. નિશ્ચ અભિચિકુમાર મારો એક જ પુત્ર છે. તે ઇષ્ટ, કાંત છે યાવત્ દર્શનનું તો કહેવું જ શું? જો હું અભિચિકુમારને રાજાપદે સ્થાપીને ભગવંત મહાવીર પાસે મુંડ થઈને યાવતુ દીક્ષા લઈશ, તો અભિચિકુમાર રાજ્યમાં, રાષ્ટ્રમાં યાવત્ જનપદમાં, માનુષી કામભોગોમાં મૂર્ણિત-ગૃદ્ધ-ગ્રથિત-અધ્યાપન્ન થઈને અનાદિ-અનંત દીર્ઘકાલીન ચાતુરંત સંસાર કાંતારમાં ભ્રમણ કરશે - તેથી મારા માટે અભિચિને રાજ્યમાં સ્થાપી ભગવંત મહાવીર પાસે યાવત્ દીક્ષા લેવી શ્રેયસ્કર નથી. મારા માટે શ્રેયસ્કર એ છે કે મારા નિજક ભાણેજ કેશીકુમારને રાજ્યમાં સ્થાપીને ભગવંત મહાવીર પાસે યાવત્ દીક્ષા લઉં. ઉપર મુજબ વિચારીને વીતીભય નગરે પહોંચ્યા, પહોંચીને નગરની વચ્ચોવચ્ચથી, જ્યાં પોતાનું ગૃહ, બાહ્ય ઉપસ્થાનશાળા છે, ત્યાં આવ્યો. આવીને આભિષેક્ય હાથીને ઊભો રાખ્યો. આભિષેક્ય હાથીથી નીચે ઊતર્યો. ઊતરીને સિંહાસન પાસે આવ્યો. આવીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો. કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો! જલદીથી વીતીભય નગરને અંદર-બહારથી શણગારી. યાવત્ મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે ઉદાયન રાજાએ બીજી વખત પણ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો! જલદીથી કેશીકુમારના મહાઈ આદિ રાજ્યાભિષેકને કરો જેમ શિવભદ્રકુમારમાં કહ્યું. તેમ કહેવું યાવત્ દીર્ધાયુષી થાઓ, ઇષ્ટજનથી સંપરિવૃત્ત થઈ, સિંધુ સૌવીરાદિ ૧૬-જનપદને, વીતીભયાદિનગરને, મહસેનાદિ રાજાને, બીજા પણ ઘણા રાજા-ઇશ્વરાદિ ને યાવતું આધિપત્ય કરતા, પાલન કરતા વિચારો કહી જય-જય શબ્દો કર્યા. ત્યારે તે કેશીકુમાર રાજા યાવતું મહત્ યાવત્ વિચરે છે. ત્યારે તે ઉદાયન રાજ કેશીરાજાને પૂછે છે. ત્યારે તે કેશીરાજાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા. એ પ્રમાણે જેમ જમાલિમાં કહ્યું, તે રીતે અંદર-બહારથી નગર સાફ યાવત્ નિષ્ક્રમણાભિષેકની તૈયારી કરી. તે કેશીરાજા અનેક ગણનાયકથી યાવત્ પરીવરીને ઉદાયનરાજાને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેસાડી 108 સુવર્ણ કળશો વડે અભિષેક કરે, જમાલિ માફક યાવત્ આ પ્રમાણે કહ્યું - હે સ્વામી! કહો, શું દઈએ ? શું આપીએ ? આપને શેનું પ્રયોજન છે? ત્યારે તે ઉદાયન રાજાએ કેશીરાજાને કહ્યું - હે દેવાનુપ્રિય! હું ઇચ્છું છું કે - કૃત્રિકાપણથી એ રીતે જમાલિ માફક કહેવું. વિશેષ એ કે પ્રિયવિયોગ દૂષણ અનુભવતી પદ્માવતીએ અગ્રકેશ ગ્રહણ કર્યા. ત્યારે તે કેશીરાજાએ ફરી વખત ઉત્તર દિશામાં સિંહાસન રખાવ્યું. ફરીથી ઉદાયન રાજાને ચાંદી-સોનાના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 39