Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૦, ઉદ્દેશો-૯ ચારણ’ સૂત્ર-૮૦૧, 802 801. ભગવન્! ચારણ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે. તે આ - વિદ્યાચારણ અને જંઘાચારણ. ભગવન્! તે વિદ્યાચારણને વિદ્યાચારણ કેમ કહે છે ? ગૌતમ ! તેમને અંતરરહિત છઠ્ઠ છઠ્ઠના તપશ્ચરણપૂર્વક વિદ્યા દ્વારા ઉત્તરગુણ લબ્ધિને પ્રાપ્ત મુનિને વિદ્યાચારણ લબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થઈ હોય છે. તે કારણથી યાવત્ વિદ્યાચારણ કહેવાય છે. ભગવન ! વિદ્યાચારણની શીઘગતિ કેવી છે ? તેમની શીધ્રગતિનો વિષય કેવો છે ? ગૌતમ ! આ જંબુદ્વીપ યાવતુ કિંચિત વિશેષાધિક પરિક્ષેપથી છે. કોઈ મહર્ફિક યાવતુ મહાસૌખ્ય દેવ યાવતુ એ પ્રમાણે વિચારીને સંપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં ત્રણ વખત ચક્કર લગાવીને શીધ્ર પાછો આવે, એટલી શીધ્રગીત હે ગૌતમ ! વિદ્યાચરણ ની છે, એટલો શીધ્રગતિ વિષય છે. ભગવન ! વિદ્યાચરણની તીર્થી ગતિ કેટલી છે? તીર્થો ગતિનો વિષય કેટલો છે? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત થી માનુષોત્તર પર્વતે સમવસરણ કરે છે, કરીને ત્યાં ચૈત્યોને વાંદીને, ત્યાંથી બીજા ઉત્પાત વડે નંદીશ્વર દ્વીપે સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોને વાંદે છે. ત્યાંથી એક ઉત્પાતમાં. પાછો ફરે છે, ફરીને અહીં આવે છે, અહીં ચૈત્યોને વાંદે છે. ગૌતમ ! વિદ્યાચારણની આટલી તીર્થી ગતિ છે, આટલો તીર્થી ગતિનો વિષય છે. ભગવન્વિદ્યાચારણની ઉર્ધ્વગતિ કેટલી છે? ઉર્ધ્વ ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત વડે નંદનવનમાં સમવસરણ કરે છે, ત્યાં ચૈત્યોની વંદના કરે છે, ત્યાંથી બીજા ઉત્પાત વડે પંડકવનમાં જાય છે. જઈને પંડકવનમાં ચૈત્યોની વંદના કરે છે. ત્યાં પાછો ફરી એક ઉત્પાતમાં. અહીં આવે છે, અહીં આવીને અહીં ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ! વિદ્યાચારણની આટલી ઉર્ધ્વગતિ છે, આટલો ઉર્ધ્વગતિનો વિષય છે. તે તે સ્થાનોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, જો તે તે સ્થાનોની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. 802. ભગવન્! કયા કારણે જંઘાચારણ, જંઘાચારણ કહેવાય છે? ગૌતમ ! તેને નિરંતર અઠ્ઠમ-અટ્ટમના તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા જંઘાચારણલબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થાય છે, તે કારણથી. ભગવન્! જંઘાચારણની કેવી શીધ્રગતિ છે? કેવો શીધ્ર ગતિવિષય છે? ગૌતમ ! આ જંબુદ્વીપમાં એ પ્રમાણે જેમ વિદ્યાચારણમાં કહ્યું તેમ જાણવુ. વિશેષ એ કે - તે 21 વખત ચક્કર લગાવીને શીધ્ર પાછો આવે છે. હે ગૌતમ ! જંઘાચારણની તેવી શીધ્રગતિ છે, તેટલો શીધ્રગતિવિષય છે. બાકી પૂર્વવતુ. ભગવન્જંઘાચારણની તીર્થો ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાદ વડે રૂચકવર દ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછો વળતા બીજા ઉત્પાત વડે નંદીશ્વર દ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને એક ઉત્પાત વડે. શીધ્ર અહીં પાછો ફરે છે. અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. જંઘાચારણનો હે ગૌતમ ! આટલો તીર્થો ગતિનો વિષય છે. ભગવન્જંઘાચારણનો ઉર્ધ્વગતિ વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત વડે પંડકવનમાં સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછા આવતા બીજા ઉત્પાત વડે નંદનવને સમોસરણ કરે છે. કરીને નંદનવનમાં ત્યાં ચૈત્યોની વંદના કરે છે. કરીને ત્યાંથી એક ઉત્પાત વડે. અહીં આવે છે, અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ ! જંઘાચરણનો ઉર્ધ્વગતિ વિષય આટલો છે. તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. ભગવદ્ ! તે એમ જ છે. તે એમ જ છે. યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 132