Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૧ સૂત્ર-૮૦૬ - શાલિ, કલાય, અળસી, વાંસ, ઇક્ષુ, દર્ભ, અભ્ર, તુલસી એ રીતે શતક-૨૧ના આઠ વર્ગ છે, પ્રત્યેકના 10 ઉદ્દેશાઓ છે, એ રીતે કુલ 80 ઉદ્દેશા છે, જે આ એક ગાથા દ્વારા જણાવેલ છે. વર્ગ-૧, ઉદ્દેશો-૧ સૂત્ર-૮૦૭ રાજગૃહ નગરમાં યાવત્ આમ પૂછ્યું - ભગવદ્ ! શાલી, વ્રીહી, ઘઉં, જવ, જવજવ આ ધાન્યોના જીવો ભગવન્! મૂળરૂપે ઉત્પન્ન થાય, ભગવદ્ ? તે જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકથી કે તિર્યંચ, મનુષ્ય, વથી ? વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યા મુજબ ઉત્પાદ કહેવો. વિશેષ એ કે- દેવનું વર્જન કરવું. ભગવદ્ ! તે જીવો એક સમયે કેટલા ઉપજે ? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે. આ જીવોનો અપહાર ઉત્પલ ઉદ્દેશ માફક કહેવો. ભગવન્! આ જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ પૃથc. ભગવન્! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક ? જેમ ઉત્પલ ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે વેદન, ઉદય અને ઉદીરણા પણ કહેવા. ભગવન્! તે જીવો શું કૃષ્ણલેશ્યી છે, નીલલેશ્યી છે કે કાપોત-લેશ્યી ? 26 અંગો કહેવા. દષ્ટિ યાવત્ ઉત્પલ ઉદ્દેશવત્ કહેવા. ભગવન્! તે શાલી, વ્રીહી, ઘઉં, યવ, યવકના મૂળના જીવો કેટલો કાળ રહે છે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. ભગવદ્ ! તે શાલી, વ્રીહી, ઘઉં, જવ, જવકના મૂળના જીવો પૃથ્વીજીવમાં ઉત્પન્ન થઈ ફરી શાલી આદિ રૂપે કેટલો કાળ રહે? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ઉત્પલ ઉદ્દેશ મુજબ કહેવું. એ પ્રમાણે આ આલાવાથી યાવત્ મનુષ્ય જીવ સુધી કહેવું. આહાર ઉત્પલ ઉદ્દેશવત્ કહેવો. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ વર્ષ પૃથક્વ. સમુદ્યાત સમવહત, ઉત્પલ ઉદ્દેશકવત્ કહેવા. ભગવન્શું સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્વ શાલી, વ્રીહી યાવત્ જવ, જવકના મૂળ જીવપણે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૧, વર્ગ-૧, ઉદ્દેશો-૨ થી 10. સૂત્ર-૮૦૮ ભગવદ્ ! શાલી, વ્રીહી યાવત્ જવજવ, આ ધાન્યોના જીવો કંદપણે ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? અહીં “કંદ' અધિકારમાં ‘મૂળ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. યાવત્ અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયેલ છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર-૮૦૯ એ પ્રમાણે સ્કંધનો ઉદ્દેશો પણ જાણવો. સૂત્ર-૮૧૦ એ પ્રમાણે ત્વચા/છાલનો ઉદ્દેશો પણ કહેવો. સૂત્ર-૮૧૧ શાલ/શાખાનાં ઉદ્દેશો પણ કહેવો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 136