Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' તે પ્રતિસલીનતા શું છે ? તે ચાર ભેદે છે - ઇન્દ્રિય પ્રતિસલીનતા, કષાય પ્રતિસંલીનતા, યોગપ્રતિસલીનતા, વિવિક્ત શયનાસન સેવનતા. તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા શું છે ? પાંચ ભેદે છે -શ્રોત્રેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા શ્રોત્રેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા સ્પર્શનેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા છે. તે કષાય પ્રતિસંલીનતા શું છે? તે ચાર ભેદે છે - ક્રોધોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને વિફળ કરવો, એ પ્રમાણે યાવત્ લોભોય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત લોભને વિફળ કરવો. તે કષાયપ્રતિસંલીનતા છે. તે યોગ પ્રતિસંલીનતા શું છે ? તે ત્રણ ભેદે છે - મન-વચન-કાય યોગ પ્રતિસલીનતા. તેમાં અકુશલ મના નિરોધ અથવા કુશલમન ઉદીરણા અથવા મનને એકાગ્ર કરવું તે મનયોગ પ્રતિસંલીનતા છે. વચન યોગ પ્રતિસલીનતા ? અકુશલ વચન નિરોધ, અથવા કુશલ વચન ઉદીરણા અથવા વચનને એકાગ્ર કરવું. કાયયોગ પ્રતિસલીનતા ? સમ્યક્ પ્રકારે સમાધિપૂર્વક પ્રશાંતભાવથી હાથ-પગને સંકુચિત કરવા, કાચબા માફક ગુણેન્દ્રિયઆલીન-મલીન થઈને રહેવું. તે આ કાય પ્રતિસલીનતા છે, તે આ યોગ પ્રતિસલીનતા છે. તે વિવિક્ત શયનાસન સેવનતા શું છે ? તે, જે આરામમાં, ઉદ્યાનમાં જેમ સોમિલ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવતુ શય્યા સંસ્મારક સ્વીકારીને વિચરવું. તે વિવિક્ત શયનાસન સેવનતા, પ્રતિસલીનતા, બાહ્ય તપ છે. તે અત્યંતર તપ શું છે? છ ભેદે છે - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ છે. તે પ્રાયશ્ચિત્ત શું છે? તે દશ ભેદે છે - આલોચનાé યાવત્ પારાંચિતાહં. તે આ પ્રાયશ્ચિત્ત છે. તે વિનય શું છે ? વિનય સાત ભેદે છે - જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય, લોકોપચાર વિનય. તે જ્ઞાનવિનય શું છે પાંચ ભેદે છે - આભિનિબોધિકજ્ઞાન વિનય યાવત્ કેવળજ્ઞાન વિનય. તે આ જ્ઞાનવિનય છે. તે દર્શન વિનય શું છે ? બે ભેદે છે - શુશ્રુષા વિનય, અનાશાતના વિનય. તે શુશ્રુષા વિનય શું છે ? અનેક પ્રકારે છે. સત્કાર, સન્માન આદિ જેમ શતક-૧૪, ઉદ્દેશા-૩માં કહ્યા મુજબ યાવત્ પ્રતિસંસાધનતા. - . તે અનાશાતના વિનય શું છે? તે 45 ભેદે છે. તે આ પ્રમાણે - ૧.અરિહંતોની અનાશાતના, ૨.અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મની અનાશાતના, ૩.આચાર્યની અનાશાતના, 4. ઉપાધ્યાયની અનાશાતના, 5. સ્થવિરની 6. કુળની. 7. ગણની૮. સંઘની 9. ક્રિયામાં 10. સાંભોગિકની 11. આભિનિબોધિક જ્ઞાનની યાવત્ 15. કેવળજ્ઞાનની અનાશાતના. આ પંદરની 1. ભક્તિ, 2. બહુમાન, 3. ગુણકીર્તન કરવું. એટલે 15 x 3 = 45 ભેદ થયા.. તે અનાશાતના વિનય, તે દર્શન વિનય છે. - તે ચારિત્રવિનય શું છે ? પાંચ ભેદે - સામાયિક ચારિત્રવિનય યાવતુ યથાખ્યાત ચારિત્રવિનય. તે આ ચારિત્ર વિનય છે. તે મન વિનય શું છે? બે ભેદે છે - પ્રશસ્ત મન વિનય અને અપ્રશસ્ત મન વિનય. તે પ્રશસ્ત મન વિનય શું છે ? સાત ભેદે છે. તે આ - અપાપક(ક્રોધાદિ પાપરહિત), અસાવદ્ય(નિરવદ્ય), અક્રિય(કાયિકી આદિ ક્રિયા રહિત), નિરૂપકલેશ(શોકાદિ કલેશ રહિત), અનાશ્રવકર(આશ્રવ રહિત), અચ્છવિકર(સ્વ પરની પીડા રહિત), અભૂતાભિશંકિત(જીવોને ભય ન કરનાર). તે આ પ્રશસ્ત મન વિનય છે. તે અપ્રશસ્ત મન વિનય શું છે ? તે સાત ભેદે છે. તે આ - પાપક, સાવદ્ય યાવત્ ભૂતાભિશંકિત, તે અપ્રશસ્ત વિનય, મન વિનય છે. તે વચન વિનય શું છે? બે ભેદે છે - પ્રશસ્ત વચન વિનય, અપ્રશસ્ત વચન વિનય. તે પ્રશસ્ત વચન વિનય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 197