Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૩૩ શતક-૩૩, શતક શતક-૧, ઉદ્દેશો-૧ થી 11 સૂત્ર-૧૦૧૮ થી 1021 1018, ઉદ્દેશો-૧. ભગવન્! એકેન્દ્રિયો કેટલા છે ? ગૌતમ ! પાંચ ભેદે - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. ભગવદ્ ! પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ અને બાદર૦ ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદ. પર્યાપ્તા૦ અને અપર્યાપ્તાસૂક્ષ્મપૃથ્વીકાયિક. ભગવદ્ ! બાદર પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! સૂક્ષ્મ સમાન. એ રીતે અપ્રકાયિક પણ ચાર ભેદે કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિક કહેવા. ભગવદ્ ! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કર્મપ્રકૃતિ છે ? ગૌતમ ! આઠ. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની કેટલી કર્મપ્રકૃતિ છે ? ગૌતમ ! આઠ, પૂર્વવત્. એ પ્રમાણે અપર્યાપ્ત અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકમાં પણ આઠ પ્રકૃતિ જાણવી. એ રીતે આ ક્રમથી યાવત્ પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક છે. ભગવદ્ ! અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! સાત ભેદે પણ બાંધે, આઠ ભેદે પણ બાંધે. સાત બાંધતો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિઓ બાંધે, આઠ બાંધતો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિ બાંધે. ભગવન્! પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? પૂર્વવત્. એ પ્રમાણે બધી યાવત્ હે ભગવન્ ! પર્યાપ્તા બાંદર વનસ્પતિકાયિક કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? પૂર્વવત્, ભગવદ્ ! અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકો કેટલી કર્મપ્રકૃતિ વેદે છે ? ગૌતમ ! ચૌદ. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય, શ્રોત્ર-ચક્ષુ-ધ્રાણ-જીભ ઇન્દ્રિય આવરણ, સ્ત્રી-પુરુષવેદાવરણ. એ પ્રમાણે ચારે ભેદ સહિત યાવત્ ભગવન્! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક કેટલી કર્મપ્રકૃતિઓ વેદે ? ગૌતમ ! એ પ્રમાણે જ ચૌદ કર્મપ્રકૃતિ વેદે. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. 1019, ઉદ્દેશો-૨. ભગવન્! અનંતરોત્પન્ન એકેન્દ્રિય કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદ - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. ભગવન્! અનંતરોત્પન્ન પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયિક. એ પ્રમાણે બે-બે ભેદ વનસ્પતિકાયિક પર્યન્ત જાણવા. ભગવન્! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે ? ગૌતમ! આઠ - જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. ભગવદ્ ! અનંતર ઉત્પન્ન બાદર પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ. પૂર્વવત્. એ પ્રમાણે યાવતુ અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિકોની જાણવી. ભગવદ્ અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! આયુને વર્જીને સાત બાંધે. એ રીતે યાવત્ અનંતરોત્પન્ન બાદર વનસ્પતિકાયિકની જાણવી. ભગવન્! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે ? ગૌતમ! ચૌદ. પૂર્વવત્ - જ્ઞાનાવરણીય યાવત્ પુરુષવેદાવરણ. એ પ્રમાણે અનંતરોત્પન્ન બાદર વનસ્પતિકાયિક સુધી જાણવુ. 1020, ઉદ્દેશો-૩. ભગવન્! પરંપરોપપન્નક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે - પૃથ્વીકાયિકાદિ, ઔધિક ઉદ્દેશાનુસાર તેના ચાર-ચાર ભેદો કહેવા. ભગવન્! પરંપરાત્પન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મ-પ્રકૃતિઓ છે ? એ રીતે આ અભિશાપથી ઔધિક ઉદ્દેશક મુજબ બધું જ કહેવું યાવત્ ચૌદને વેદે છે. ભગવનતે એમ જ છે. 1021, ઉદ્દેશા-૪ થી 11. 4. અનંતરાવગાઢ, અનંતરોત્પન્નવતુ. 5. પરંપરાવગાઢ, પરંપરાત્પન્નવતુ. 6. અનંતરાહારક, અનંતરોત્પન્નવતું. 7. પરંપરાહારક, પરંપરાત્પન્નવર્. 8. અનંતર પર્યાપ્તક, અનંતરોત્પન્નવસ્. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 213
Loading... Page Navigation 1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240