Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! અકર્મભૂમિ કેટલી છે? ગૌતમ ! ત્રીશ છે. પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યવાસ, પાંચ દેવકુ, પાંચ ઉત્તરકુરુ. ભગવન્! આ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? તે અર્થ સમર્થ નથી. ભગવન્! આ પાંચ ભરત, ઐરવતમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? હા, છે. ભગવન્!આ પાંચ મહાવિદેહમાં ? ત્યાં ઉત્સર્પિણી નથી, અવસર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ છે. 794. ભગવદ્ ! આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંત પંચમહાવ્રતિક સપ્રતિક્રમણ ધર્મ પ્રરૂપે છે ? તે અર્થ. સમર્થ નથી. પરંતુ આ પાંચ ભરત, પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા બંને અરિહંત ભગવંતો પંચ મહાવ્રતિક - પંચ અણુવ્રતિક સપ્રતિક્રમણ ધર્મ કહે છે, બાકીના અરિહંત ભગવંતો ચતુર્યામધર્મ પ્રરૂપે છે. આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો ચતુર્યામ ધર્મ પ્રરૂપે છે. ભગવન્! જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થંકરો કહ્યા છે ? ગૌતમ ! ચોવીશા તીર્થંકરો કહ્યા છે. તે આ રીતે - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, શશિ, પુષ્પદંત, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાન. 795. ભગવદ્ ! આ ચોવીશ તીર્થકરોના કેટલા જિનાંતર છે? ગૌતમ! ૨૩-જિનાંતર છે. ભગવદ્ ! આ ૨૩-જિનાંતરોમાં કોઈને ક્યાંય કાલિક શ્રુતનો ઉચ્છેદ થયો છે ? ગૌતમ ! આ ૨૩જિનંતરોમાં પહેલા અને પછીના આઠ-આઠ જિનાંતરોમાં કાલિક શ્રુતનો વ્યવચ્છેદ થયો નથી. મધ્યના સાત જિનંતરોમાં કાલિક સૂત્રનો વ્યવચ્છેદ થયો છે. પરંતુ દૃષ્ટિવાદનો વિચ્છેદ સર્વે જિવંતરોમાં થયો છે. - 796. જંબુદ્વીપ- દ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં હે ભગવન્! આપ દેવાનુપ્રિયનું પૂર્વકૃતગત કેટલો કાળ સ્થાયી રહેશે? ગૌતમ ! મારું પૂર્વગત શ્રત આ અવસર્પિણીમાં 1000 વર્ષ રહેશે. ભગવદ્ ! જે રીતે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રત 1000 વર્ષ રહેશે, તેમ હે ભગવન્! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં બીજા તીર્થંકરોનું પૂર્વગત શ્રત કેટલો કાળ રહેશે? ગૌતમ! કેટલાકનું સંખ્યાત કાળ, કેટલાકનું અસંખ્યાતકાળ. 79(c). ભગવન્! જંબુદ્વિીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલો કાળ રહેશે ? ગૌતમ ! મારું તીર્થ 21000 વર્ષ સુધી રહેશે. 798. ભગવન્! જેમ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ 21,000 વર્ષ સુધી રહેશે. તેમ હે ભગવન્! જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી કાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ કેટલો કાળ સ્થાયી રહેશે ? ગૌતમ ! અહંનું કૌશલિક ઋષભનો જિનપર્યાય છે, એટલા સંખ્યાત વર્ષ આગામીકાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ રહેશે. 79. ભગવન્! તીર્થને તીર્થ કહેવાય કે તીર્થંકરને તીર્થ કહેવાય ? ગૌતમ ! અરહંતો તો નિયમા તીર્થંકર છે, પણ તીર્થ ચાતુર્વર્ણ શ્રમણસંઘ છે - તે આ - શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા. 800. ભગવન્! પ્રવચન એ પ્રવચન છે કે પ્રાવચની એ પ્રવચન છે? ગૌતમ ! અરહંત તો નિયમા પ્રવચની છે, પરંતુ દ્વાદશાંગી ગણિપિટક પ્રવચન છે. તે આ - આચાર યાવત્ દષ્ટિવાદ. ભગવન્! જે આ ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇસ્યાકુ, જ્ઞાન, કૌરવ્ય છે, તે આ ધર્મમાં અવગાહીને, આઠ પ્રકારની કર્મરાજ મલને ધૂએ છે, ધોઈને પછી સિદ્ધ થઈ યાવતુ દુઃખનો અંત કરે છે? હા, ગૌતમ ! જે આ ઉગ્ર, ભોગ, તે પ્રમાણે જ યાવત્ અંત કરે છે, કેટલાક કોઈ એક દેવલોકમાં, દેવપણે ઉત્પન્ન થાય છે. ભગવન્! દેવલોક કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે દેવલોક છે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૦, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 131