Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ તેમાંથી ત્યાં ઉગ્રવિષ, ચંડવિષ, ઘોરવિષ, મહાવિષ, અતિકાય, મહાકાય, મસિ અને મૂષા સમાન કાળો, વિષરોષ પૂર્ણ નયનવાળો, અંજનકુંજ સમાન કાંતિવાળો, લાલ આંખોવાળો, ચંચળ-ચાલતી-યમલયુગલ જીભવાળો, પૃથ્વીતલની વેણી સમાન, ઉત્કટ-સ્કૂટ-કૂટિલ-જટિલ-કર્કશ-વિકટ-ફટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધમણ સમાન ધમધમતો - અનાકલિત્ત પ્રચંડ તીવ્ર રોષવાળો-સમુખી-ત્વરિત-ચપળ-ધમધમ કરતો દૃષ્ટિવિષ સર્પ સંઘષ્ટિત થયો. ત્યારે તે દૃષ્ટિવિષ સર્પ, તે વણિકોથી સંઘટ્ટન પામતા અતિ ક્રોધિત થયો યાવત્ મિસમિસાટ કરતો ધીમે ધીમે ઊઠડ્યો, ઊઠીને સરસર કરતો રાફડાના શિખરતલે ચડ્યો, ચડીને સૂર્યને એકીટશે જોયો. જોઈને તે વણિકોને અનિમેષ દૃષ્ટિએ ચોતરફ જોયા. ત્યારે તે વણિકો, તે દૃષ્ટિવિષ સર્પ વડે અનિમેષ દૃષ્ટિએ ચોતરફથી સારી રીતે અવલોકાતા જોવાતા. શીધ્ર જ ભાંડ-માત્ર-ઉપકરણ સમેત એક જ પ્રહારથી કૂટાઘાત સમાન ભસ્મરાશિ થઈ ગયા. તેમાં જે વણિક તે વણિકોનો હિતકામક યાવત્ હિત-સુખ-નિઃશ્રેયસકામક હતો, તેની અનુકંપાથી દેવતાએ ભાંડ-માત્ર-ઉપકરણ સહિત તેને તેના પોતાના નગરમાં પહોંચાડી દીધો. એ પ્રમાણે હે આનંદ! તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુત્ર, ઉદારપર્યાય પ્રાપ્ત કરેલ છે. ઉદાર કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોકને દેવ-મનુષ્ય-અસુર સહિતના લોકમાં પૂરાય છે, ગુંજે છે, સ્તવાય છે કે, “આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર છે.” પણ જો મારા વિષયમાં આજ પછી કાંઈપણ કહેશે, તો જેમ તે રાફડાના સર્ષે પોતાના તપ, તેજથી એક જ પ્રહારમાં-કૂટાઘાતથી તે વણિકોને બાળીને રાખ કરી દીધા, તેમ હું પણ તેમને બાળીને રાખ કરી દઈશ, પરંતુ હે આનંદ! જેમ તે વણિક, તે વણિકોનો હિતકામક યાવત્ નિઃશ્રેયસકામક હતો, તેને અનુકંપાથી દેવતાએ ભાંડ-માત્ર-ઉપકરણ સહિત યાવત્ નગરમાં પહોંચાડ્યો. તેમ હું પણ તારુ સંરક્ષણ અને સંગોપન કરીશ. તેથી હે આનંદ! તું જા અને તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કર. ત્યારે તે આનંદ સ્થવિર ગોશાલક પાસે આ વાત સાંભળીને ભયભીત થયો યાવતુ સંજાતભય, ગોશાળા પાસેથી હાલાહલ કુંભારણની કુંભાકારાપણથી નીકળ્યો, નીકળીને શીધ્ર, ત્વરિત શ્રાવસ્તી નગરીની મધ્યેથી નીકળ્યો, નીકળીને જ્યાં કોષ્ટક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું - હે ભગવન્! એ પ્રમાણે છઠ્ઠ તપના પારણે આપની અનુજ્ઞા પામીને શ્રાવસ્તી નગરીના ઉચ્ચ-નીચ યાવત્ ભ્રમણ કરતા હાલાહલા કુંભારણ યાવત્ પસાર થતો હતો ત્યારે ગોશાલકે મને હાલાહલા સમીપે યાવત્ જોયો, જોઈને કહ્યું કે - હે આણંદ! અહીં આવ. એક મોટું દૃષ્ટાંત સાંભળ. ત્યારે હું ગોશાળાએ બોલાવતા હાલાહલા કુંભારણની. કુંભારાપણમાં ગોશાળા પાસે ગયો. ત્યારે તે ગોશાળાએ મને આમ કહ્યું - હે આણંદ! ઘણા કાળ પૂર્વે કેટલાક ઉચ્ચનીચ વણિકો હતા. ઇત્યાદિ પૂર્વવત બધું કહેવું. 646. હે ભગવન ! તો શું ગોશાલક પોતાના તપતેજથી એક પ્રહારમાં કૂટાઘાત સમાન ભસ્મરાશિ કરવા સમર્થ છે? ભગવદ્ ! ગોશાળાનો આ વિષયમાત્ર છે કે તે આવું કરવાને સમર્થ પણ છે? હે આનંદ! ગોશાળા યાવત્ તેમ કરવા સમર્થ છે. પણ અરહંત ભગવંતને તેમ ન કરી શકે. પરંતુ તેમને ઉપતાપ કરી શકે. હે આનંદ! ગોશાળાનું જેટલું તપ-તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ટતર તપ-તેજ અનગાર ભગવંતોનું છે, પણ અણગાર ભગવંતો શાંતિક્ષમ હોય છે. હે આનંદ! જેટલું અણગાર ભગવંતનું તપ-તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ટતર તપ-તેજ સ્થવિર ભગવંતોનું છે, પણ સ્થવિરો શાંતિક્ષમ હોય છે. હે આણંદ! સ્થવિરોનું જે તપ-તેજ છે, તેથી અનંતગુણ વિશિષ્ટતર તપ-તેજ અરહંત ભગવંતોનું છે, પરંતુ અરહંતોનું તપ-તેજ છે. કેમ કે તેઓ ક્રાંતિક્ષમ છે. હે આનંદ! આ તેનો વિષય છે અને તેમ કરવાને સમર્થ પણ છે. પણ અરિહંત ભગવંતને નહીં. હા, તેમને પરિતાપિત તો કરી શકે છે. 647. હે આનંદ! તું જા, ગૌતમાદિ શ્રમણ નિર્ચન્થોને આ વાત કહે કે - હે આર્યો ! તમારાથી કોઈએ ગોશાલક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 62