Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અલ્પકર્મવાળા યાવત્ અલ્પ વેદનાવાળા છે. ભગવદ્ ! બે અસુરકુમાર ? પૂર્વવત્. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય વર્જીને વૈમાનિક સુધી કહેવું. સૂત્ર-૭૩૮, 739 738. ભગવદ્ ! નૈરયિક, અનંતર ઉદ્વર્તીને જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્! તે કયુ આયુ સંવેદે છે ? ગૌતમ ! તે નૈરયિકાયુ પ્રતિસંવેદે છે અને પંચેન્દ્રિય તિર્યંચાયુને સન્મુખ કરીને રહે છે. આ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવુ. વિશેષ એ કે - તે મનુષ્યાયુને સન્મુખ કરીને રહે છે. ભગવદ્ ! અસુરકુમાર ઉદ્વર્તીને અનંતર જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે? પ્રશ્ન. ગૌતમ ! તે અસુરકુમારાયુ પ્રતિસંવેદે છે અને પૃથ્વીકાયિકાયુને સન્મુખ કરીને રહે છે. એ પ્રમાણે જે જેમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તેને સન્મુખ કરીને રહે છે અને જ્યાં રહ્યો હોય, તે આયુને પ્રતિસંવેદે છે. આમ વૈમાનિક સુધી જાણવુ. વિશેષ એ કે - પૃથ્વીકાયિક જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃથ્વીકાયિકાયુ પ્રતિસંવેદે છે અને અન્ય પૃથ્વીકાયકાયુને ઉદયાભિમુખ કરીને રહે છે. આ પ્રમાણે યાવતું મનુષ્ય સ્વસ્થાનમાં ઉત્પાદ કહેવો. પરસ્થાને પૂર્વવતુ. 739. ભગવદ્ ! બે અસુરકુમારો એક અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવપણે ઉપજ્યા. તેમાં એક અસુરકુમાર દેવ - “હું ઋજુરૂપથી વિકુર્વણા કરીશ.", એમ વિચારે. તે ઋજુરૂપ વિદુર્વે. જો વક્રરૂપ વિદુર્વવાને ઇચ્છે તો વક્રરૂપ વિદુર્વે. તે જે રૂપ વિક્ર્વવા ઇચ્છે, તેવું વિદુર્વે. જ્યારે. બીજો અસુરકુમાર દેવ ઋજુરૂપ વિક્ર્વવા ઇચ્છે, તો વક્રરૂપ વિદુર્વી દે અને વક્રરૂપ વિક્ર્વવા ઇચ્છે તો ઋજુરૂપ વિક્ર્વી દે, જ્યાં જે ઇચ્છે, ત્યાં તેવુ રૂપ વિક્ર્વી શકતો નથી. ભગવદ્ ! આવું કેમ બને ? ગૌતમ ! અસુરકુમાર દેવો બે ભેદે છે - માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અમારી સમ્યગદષ્ટિ ઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાદષ્ટિ અસુરકુમાર દેવ છે, તે ઋજુ વિકૃર્વવા જતા વક્ર રૂપ વિFર્વે છે, યાવત્ તે રૂપે વિક્ર્વી શકતો નથી. તેમાં જે અમારી સમ્યગદૃષ્ટિઅસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપ વિદુર્વવા ઇચ્છતા ઋજુ જ વિદુર્વે યાવત્ તે વિદુર્વે. ભગવદ્ ! બે નાગકુમારો ? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક જાણવા. ભગવન્! આપ અખો છો, તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૮, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક.૧૮, ઉદ્દેશો.૬ ગુડવર્ણાદિ સૂત્ર-૭૪૦ ભગવન ! ઢીલા ગોળમાં કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય છે ? ગૌતમ ! આ વિષયમાં બે નયો છે - નિશ્ચયનય, વ્યવહારિકનય. વ્યવહારિક નયથી ઢીલો ગોળ મધુર રસવાળો છે, નૈઋયિક નયથી ગોળ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળો છે. ભગવન્! ભ્રમર કેટલા વર્ણાદિથી છે? ગૌતમ ! અહીં બે નય છે - નિશ્ચયનય, વ્યવહારનય. વ્યવહારનયથી ભ્રમર કાળો છે, નિશ્ચય નયથી પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળો છે. ભગવન્! પોપટની પાંખ કેટલા વર્ણાદિયુક્ત છે? પૂર્વવતું. વિશેષ એ કે - વ્યવહાર નયથી પોપટની પાંખ લીલી છે. નિશ્ચય નયથી પાંચ વર્ણનો છે. બાકી પૂર્વવત્ . આ રીતે આ અભિશાપથી મજીઠ લાલ છે, હળદર પીળી છે, શંખ શ્વત છે, કોષ્ઠ સુરભિગંધ છે. મૃતકશરીર દુરભિગંધ છે, લીમડો કડવો છે, સૂંઠ તીખી છે, કપિત્થ કાષાયિક છે, આંબલી ખાટી છે, ખાંડ મધુર છે, વજ કર્કશ છે, માખણ મૃદુ છે, લોઢું ભારે છે, ઘુવડની પાંખ હળવી છે, હિમ શીત છે, અગ્નિકાય ઉષ્ણ છે, તેલ સ્નિગ્ધ છે. પણ નિશ્ચયનયથી આ સર્વેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ હોય. ભગવન્! રાખમાં કેટલા વર્ણાદિ છે? પ્રશ્ન. ગૌતમ ! એમાં બે નય છે. વ્યવહાર નયથી તે રૂક્ષ સ્પર્શવાળી છે, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 103