Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા, સુખે સુખે યાવત્ અહીં આવી, યાવત્ દૂતિપલાશક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઇ યાવત્ વિચરે છે. તો હું ત્યાં ભગવંતની પાસે જઈ. આ આવા પ્રકારના અર્થો યાવત્ વ્યાકરણ પૂછીશ. તેઓ જો આવા આવા પ્રકારના અર્થો યાવતું વ્યાકરણના ઉત્તરો આપશે, તો વાંદીશ-નમીશ યાવત્ પર્યાપાશીસ. જો તેઓ મારા આ અને આવા અર્થવાળા યાવત્ વ્યાકરણનો ઉત્તર નહીં આપે તો હું આવા અર્થો યાવત્ વ્યાકરણ વડે તેઓને નિરુત્તર કરી દઈશ. આ પ્રમાણે વિચાર્યું, વિચારીને સ્નાન કર્યું યાવત્ શરીરને અલંકૃત કરી, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો 100 શિષ્યો સાથે સંપરીવરીને વાણિજ્યગ્રામ નગરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને દૂતિપલાશક ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવીને, સમીપે રહીને ભગવંતને આ પ્રમાણે પૂછ્યું - આપને યાત્રા છે ?, યાપનીય છે?, અવ્યાબાધ છે?, પ્રાસુક વિહાર છે ? હે સોમિલ! મારે યાત્રા પણ છે, મારે યાપનીય પણ છે, મારે અવ્યાબાધ પણ છે, મારે પ્રાસુકવિહાર પણ છે. ભગવદ્ ! આપની યાત્રા કેવી છે? હે સોમિલ! મારા તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યકાદિ યોગમાં યતના તે યાત્રા છે. ભગવન્! આપને યાપનીય શું છે? સોમિલ ! યાપનીય બે ભેદે છે - ઇન્દ્રિયયાપનીય, નોઇન્દ્રિયયાપનીય. તે ઇન્દ્રિય યાપનીય શું છે? જે મારી શ્રોત્ર-ચક્ષુ-ધ્રાણ-જીભ-સ્પર્શ ઇન્દ્રિયો નિરૂપઘાત અને મારે વશ વર્તે છે, તે ઇન્દ્રિય યાપનીય છે. તે નોઇન્દ્રિયયાપનીય શું છે? જે મારા ક્રોધ-માન-માયા-લોભ નષ્ટ થયા છે, ઉદય પ્રાપ્ત નથી તે નોઇન્દ્રિય. યાપનીય છે. આ પ્રમાણે મારા આ યાપનીય છે. ભગવન તમારે અવ્યાબાધ શું છે ? સોમિલ! જે મારા વાતજ, પિતજ, કફજ, સંનિપાતિકજ વિવિધ રોગાંતક અને શરીરગતદોષ ઉપશાંત છે, ઉદયમાં વર્તતા નથી, તે મારા અવ્યાબાધ છે. ભગવદ્ ! તમારે પ્રાસુક વિહાર શું છે? સોમિલ! જે આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપામાં સ્ત્રી-પશુ-નપુંસક વર્જિત વસતીમાં પ્રાસુક એષણીય પીઠફલક શય્યા સંસ્મારક સ્વીકારીને વિચરું છું. તે પ્રાસુક વિહાર છે. ભગવદ્ ! આપને સરિસવ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? સોમિલ! સરિસવ મારે ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. એમ કેમ કહો છો? હે સોમિલ! તમારા બ્રાહ્મણનયોમાં સરિસવ બે ભેદે છે. તે આ રીતે - મિત્ર સરિસવ અને ધાન્ય સરિસવ. તેમાં જે મિત્ર સરિસવ છે, તે ત્રણ ભેદે છે - સહજાત, સહવર્ધિત, સહપાંશુ ક્રીડિત. આ ત્રણે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય સરિસવ છે, તે બે ભેદે છે - તે આ -શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે. તેમાં જે શસ્ત્ર પરિણત છે, તે બે ભેદે છે - એષણીય અને અષણીય. તેમાં જે અષણીય છે, તે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે, તેમાં જે એષણીય છે, તે બે ભેદે છે - યાચિત અને અયાચિત. તેમાં જે અયાચિત છે, તે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે. તેમાં જે યચિત છે તે બે ભેદે છે - લબ્ધ અને અલબ્ધ. તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને અભક્ષ્ય છે, તેમાં જે લબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને ભક્ષ્ય છે. તેથી હે સોમિલ! એમ કહ્યું કે ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. ભગવન્! તમારે માસ’ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? હે સોમિલ! મારે માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. એમ કેમ કહો છો? હે સોમિલ! બ્રાહ્મણ નયોમાં ‘માસ” બે ભેદે છે. તે આ રીતે - દ્રવ્ય માસ અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે, તે શ્રાવણથી અષાઢ સુધી બાર ભેદે છે. તે આ રીતે શ્રાવણ, ભાદ્રપદ, આસોજ, કાર્તિક, મૃગશિર, પોષ, માઘ, ફાલ્વન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ મૂલ, આષાઢ. તે માસ. શ્રમણ નિર્ચન્થને અભક્ષ્ય છે. તેમાં જે દ્રવ્ય માસ છે, તે બે ભેદે છે - અર્થમાસ, ધાન્યમાસ. તેમાં જે અર્થમાસ છે, તે બે ભેદે છે - સુવર્ણમાસ અને રૂપ્યમાસ. તે બંને શ્રમણ મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 110