Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નિશ્ચય નયથી પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળી છે. સૂત્ર-૭૪૧ ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ કેટલા વર્ણ યાવત્ સ્પર્શવાળા છે ? ગૌતમ ! એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ છે. ભગવદ્ ! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિનો છે ? ગૌતમ ! કદાચ એક વર્ણ-કદાચ બે વર્ણ. કદાચ એક ગંધ-કદાચ બે, કદાચ એક રસ-કદાચ બે, કદાચ બે સ્પર્શ-કદાચ ત્રણ - કદાચ ચાર સ્પર્શ હોય. એ રીતે ત્રિપ્રદેશિક સ્કંધ પણ જાણવુ. વિશેષ એ કે - કદાચ એક વર્ણ - બે વર્ણ કે ત્રણ વર્ણ યુક્ત હોય, એ પ્રમાણે રસાદિમાં પણ જાણવુ. બાકી બધું દ્વિપ્રદેશિક સ્કંધ મુજબ જાણવુ. એ પ્રમાણે ચતુઃપ્રદેશિક સ્કંધ છે. વિશેષ એ કે - કદાચ એક વર્ણ યાવત્ ચાર વર્ણ, બાકી પૂર્વવત્. એ પ્રમાણે પંચ-પ્રદેશિક સ્કંધ જાણવો વિશેષ એ કે - કદાચ એકવર્ણ યાવત્ પાંચ વર્ણ, એ પ્રમાણે રસાદિમાં પણ જાણવુ. ગંધ-સ્પર્શ તે મુજબ જ. પંચપ્રદેશિક કહ્યો એ રીતે યાવત્ અસંખ્યપ્રદેશિક સ્કંધ કહેવો. ભગવન્! સૂક્ષ્મ પરિણત અનંતપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિવાળા છે? પૂર્વવત્ બધું કહેવું. ભગવદ્ ! બાદર પરિણત અનંત પ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિવાળા છે? ગૌતમ ! કદાચ એક વર્ણ યાવત્ પંચવર્ણ, કદાચ એક કે બે ગંધ, કદાચ એક યાવતુ પાંચ રસ, કદાચ ચાર સ્પર્શ યાવત્ આઠ સ્પર્શવાળો છે. શતક-૧૮, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૭ કેવલી’ સૂત્ર-૭૪૨ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ! અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ પ્રરૂપે છે - કેવલી યક્ષાવેશથી આવિષ્ટ હોય ત્યારે બે ભાષાઓ બોલે છે - મૃષા, સત્યામૃષા. ભગવન્! એ કેવી રીતે બને ? ગૌતમ ! જે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ તે મિથ્યા કહે છે, ગૌતમ ! હું એમ કહું છું કે - કેવલી યક્ષાવેશથી આવિષ્ટ થતા નથી. કેવલી યક્ષાવેશથી આવિષ્ટ થઈને મૃષા કે સત્યામૃષા ભાષા બોલતા નથી. કેવલી. અસાવદ્ય, અપરોપઘાતિક એવી બે ભાષા બોલે - સત્ય અને અસત્યા-અમૃષા. સૂત્ર-૭૪૩ ભગવનઉપધિ કેટલા ભેદે? ગૌતમત્રણ ભેદે - કર્મોપધિ, શરીરોપધિ, બાહ્ય ભાંડમાત્રોપકરણ ઉપધિ. ભગવન્! નૈરયિકો વિશે પ્રશ્ન. ગૌતમ ! બે ભેદે ઉપધિ છે - કર્મોપધિ, શરીરોપધિ. એકેન્દ્રિયોને છોડીને વૈમાનિક પર્યન્ત બાકી બધાને ત્રણ પ્રકારે ઉપધિ છે. એકેન્દ્રિયોને બે ભેદે ઉપધિ છે તે આ - કર્મોપધિ અને શરીરોપધિ. ભગવદ્ ! ઉપધિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે - સચિત્ત, અચિત્ત, મિશ્ર. એ પ્રમાણે નૈરયિકની પણ છે, એ રીતે વૈમાનિક સુધી બધુ કહેવુ. ભગવન્! પરિગ્રહ કેટલા ભેદ છે? ગૌતમ ! ત્રણ ભેદે. કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ, બાહ્ય ભાંડમાત્રોપકરણ પરિગ્રહ. ભગવન્! નૈરયિકોને? ઉપધિની માફક પરિગ્રહના પણ બે દંડકો કહેવા. ભગવન્! પ્રણિધાન કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેદે - મનપ્રણિધાન, વચનપ્રણિધાન, કાયપ્રણિધાન. ભગવદ્ ! નૈરયિકોને કેટલા ભેદે પ્રણિધાન છે? પૂર્વવત્ યાવત્ સ્વનિતકુમાર. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! એક જ કાય પ્રણિધાન. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી છે. બેઇન્દ્રિયોની પૃચ્છા. ગૌતમ ! બે પ્રણિધાન-વચન પ્રણિધાન, કાયપ્રણિધાન. એ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધી કહેવું. બાકીના વૈમાનિક સુધીનાને ત્રણ પ્રણિધાન છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 104